અમદાવાદ : સાબરમતી જેલના કેદીઓની બદમાશી, પોલીસ સ્વપ્ને પણ ન વિચારે ત્યાં મોબાઇલ સંતાડ્યા હતા

અમદાવાદ : સાબરમતી જેલના કેદીઓની બદમાશી, પોલીસ સ્વપ્ને પણ ન વિચારે ત્યાં મોબાઇલ સંતાડ્યા હતા
સાબરમતી જેલની ફાઇલતસવીર

સાબરમતી જેલમાં પોલીસે સઘન ચેકિંગ કરતા નવી જેલના વીરભગતસિંહ યાર્ડ નંબર 1ના બહાર ત્રણ ફૂટ ઉંડા સંતાડેલા મોબાઇલ મળી આવ્યા

  • Share this:
અમદાવાદ : રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી એવી સાબરમતી જેલ અનેક વખત વિવાદોમાં આવી ચુકી છે. સુરંગકાંડ, જેલમાં બેઠા બેઠા ખંડણીનું નેટવર્ક સહીતના અનેક જલસાઓનો પર્દાફાશ થયો હોવા છતાં જેલના જલસા બંધ થવાનું જાણે કે નામ લઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીના જેલમાં બેઠા બેઠા ચલાવતા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ થયા બાદ જેલ પ્રશાસન પણ સફાળું જાગી ઉઠ્યું હતું. અને જેલ પ્રતિબંધીત વસ્તુઓ જેલમાં આવતી અટકાવવા તથા તેને શોધી કાઢવા માટે ઓપરેશન ક્લીનપ શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે નવી જેલમાંથી વધુ ત્રણ મોબાઇલ મળી આવ્યાં છે.

જેલ વિભાગના ઝડતી સ્કોર્ડ મારફતે નવી જેલમાં અલગ અલગ યાર્ડની સરપ્રાઇઝ ઝડતી કરવામાં આવી હતી. જે દરમિયાન નવી જેલના વીરભગતસિંહ યાર્ડ નંબર 1ના બહારના બાથરૂમની મેઇન ગટરની અંદરની પાઇપ લાઇનમાં ત્રણ ફુટ અંદરના ભાગે પ્લાસ્ટીડની કોથળીમાં સંતાડી રાખેલ ત્રણ મોબાઇલ અને એક ચાર્જર મળી આવ્યું હતું. જેને લઇને જેલવિભાગ દ્વારા આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.આ પણ વાંચો :  ગિરનારના યાત્રિકો માટે સારા સમાચાર, રાજ્યના સ્થાપના દિને PM મોદી ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા

હાલમાં પોલીસ દ્વારા આ મોબાઇલ જેલમાં પહોચાડવામાં જેલના કોઇ કર્મચારી કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ મોબાઇલ ફોનનો ઉપયોગ કોણે કોણે કર્યો છે. કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે અનેક વખત આ પ્રકારે મોબાઇલ મળી આવતા હોય છે છતાં પણ જેલમાં કેદીઓ સુધી મોબાઇલ પહોચી શકે છે કેવી રીતે ? શું જેલ વિભાગ કરતાં કેદીઓના હાથ લાંબાં છે કે પછી જેલ વિભાગના કર્મચારીઓ કેદીઓના જલસા પાછળ આંખ આડા કાન રાખી રહ્યાં છે.
Published by:Jay Mishra
First published:February 21, 2020, 07:44 am

ટૉપ ન્યૂઝ