મંદિરના ગેસ્ટ હાઉસના રૂમમાં સૂતેલા યુવકનો ફોન ચોરાયો, જાતે જ જબરદસ્ત રીતે શોધી નાંખ્યો ચોર

મંદિરના ગેસ્ટ હાઉસના રૂમમાં સૂતેલા યુવકનો ફોન ચોરાયો, જાતે જ જબરદસ્ત રીતે શોધી નાંખ્યો ચોર
પ્રતીકાત્મક તસવીર

ક મંદિરમાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલા યુવકનો મોબાઈલ ફોન ચોરી થયો હતો. બાદમાં તેણે સીસીટીવી ફૂટેજ જોયા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરમાં એવી અનેક નાની નાની ચોરીઓ બનતી હોય છે જેમાં પોલીસ માત્ર ફરિયાદ નોંધી ચોર પકડાય ત્યારે ભેદ ઉકેલતી હોય છે. ચોરીના બનાવ બાબતે કામગીરી ન કરી ચોર સુધી પહોંચવાના પ્રયાસ નથી કરાતા. પણ અમુક એવા કિસ્સા હોય છે જેમાં ભોગ બનનાર પોલીસની જેમ કામ કરીને જાતે જ ચોર સુધી પહોંચતા હોય છે. આવો જ એક કિસ્સો કઠવાડામાં બન્યો હતો. એક મંદિરમાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલા યુવકનો મોબાઈલ ફોન ચોરી થયો હતો. બાદમાં તેણે સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં તેને ચોર દેખાયો હતો અને જાતે જ મહેનત શરૂ કરી હતી. પણ ચોર પકડવામાં તરત તે સફળ થયો ન હતો. આખરે એક દિવસ ભંડારો યોજાયો જેમાં આ ચોર તેની નજરમાં આવતા જ તેણે તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો હતો.

રાજકોટમાં રહેતો દર્શન મકવાણા એલડી એન્જીનીયરીંગ માં અભ્યાસ કરે છે. કોરોના વાયરસને કારણે કોલેજમાં રજાઓ હોવાથી તે કઠવાડા ગામમાં ઇસ્કોન મંદિરમાં પદયાત્રીઓની સેવા કરવા આવ્યો હતો અને અહીંના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.ગુજરાતમાં કોરોના સામે જંગ શરૂ: CM રૂપાણી સિવિલ હૉસ્પિટલથી કોરોના રસી અભિયાનની કરાવશે શરૂઆત

માત્ર 50 હજારના રોકાણ સાથે દર મહિને કમાઇ શકો છો 30થી 40 હજાર, શરૂ કરો આ બિઝનેસ

ઉત્તરાયના દિવસે આ યુવક રૂમ ખુલ્લો રાખી સૂતો હતો. ત્યારે એક શખ્સ ત્યાં આવે છે અને રૂમમાંથી મોબાઈલ ફોન ચોરીને જતો રહે છે. યુવકે મંદિરના સીસીટીવી તપાસતા આ શખસ ત્યાં ચોરી કરતો નજરે પડ્યો હતો. બાદમાં ઉત્તરાયણના દિવસે સાંજે મંદિરમાં ભંડારો ભરાયો હતો જેમા આ શખસ જમવા આવ્યો હતો.

મંદિરના એક વ્યક્તિએ આ ગઠિયાને ઓળખી બતાવતા તેને સ્થળ પર જ પકડક લીધો હતો. પ્રકાશ ચુનારા નામના શખસ ને પકડી પૂછપરછ કરતા તેણે ચોરીનો ફોન ઘરે મુક્યો હોવાની કેફિયત વર્ણવી હતી. તેના ઘરે જઈને તપાસ કરતા ફોન મળી આવતા યુવકે પોલીસને જાણ કરી અને પોલીસે આરોપીને પકડી કાર્યવાહી કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:January 16, 2021, 10:33 am

ટૉપ ન્યૂઝ