Corona Effect : રાજ્યમાં મોબાઇલ પાર્ટ્સ થયા મોંઘા, ગ્રાહકોને આપવા પડે છે ત્રણ ગણા ભાવ


Updated: March 2, 2020, 7:59 AM IST
Corona Effect : રાજ્યમાં મોબાઇલ પાર્ટ્સ થયા મોંઘા, ગ્રાહકોને આપવા પડે છે ત્રણ ગણા ભાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસનાં કારણે કોઈ જ માલ હાલ ઈમપોર્ટ થઈ રહ્યો નથી. વેપારીઓની તકલીફો પણ વધી છે અને સામે ગ્રાહકો પણ હાલ મોંઘા ભાવે મોબાઈલ પાર્ટસ નંખાવવા મજબૂર બન્યા છે.

  • Share this:
અમદાવાદ : શહેરનાં બજારોમાં મોબાઈલ સ્પેરપાર્ટસનાં એકાએક ભાવ વધી ગયા છે. કેટલાક સ્પેરપાર્ટસ તો મળી પણ નથી રહ્યા. જે દુકાનદારો પાસે પાર્ટસ ઉપલબ્ધ છે તેઓ ઉંચી કિંમતે વેચાણ કરી રહ્યા છે. જોકે, નગ્ન હકીકત છે કે, મોબાઈલ પાર્ટ્સનાં તમામ યુનિટ્સ  ચાઈના સાથે જ સંકળાયેલા છે અને કોરોના વાયરસનાં કારણે કોઈ જ માલ હાલ ઈમપોર્ટ થઈ રહ્યો નથી. વેપારીઓની તકલીફો પણ વધી છે અને સામે ગ્રાહકો પણ હાલ મોંઘા ભાવે મોબાઈલ પાર્ટસ નંખાવવા મજબૂર બન્યા છે.

મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અગ્રણી વેપારી પિયુષ દવેનું કહેવુ છે કે, મોબાઈલમાં જે પણ પાર્ટસ આવતા હોય છે સ્પેશીયલી અમારા રીપેરીંગ માટેના તો તેના ઉત્પાદનનાં એક પણ યુનિટ અહિંયા નથી. અમે ચાઈનાથી જ આ બધા પાર્ટસ મંગાવતા હોઈએ છીએ. હાલમાં કોઇ સ્ટોક આવી નથી રહ્યો, તો પહેલાનાં સ્ટોકમાંજ પુરુ કરવાનું છે. બીજું એના પણ ભાવ આગળથી વધી રહ્યા છે તો ચાઈનાથી જે પ્રોપર ચેઈન ઈમપોર્ટની હતી તે હાલમાં રોકાઈ ગઈ છે. તેથી ઘણાં ભાવ વધ્યાં છે અને ઘણા પાર્ટસ તો હાલમાં ઉપલબ્ધ પણ નથી તેથી ગ્રાહકને અમારે ના પણ પાડવી પડે છે. હજુ પણ આવુ રહેશે તો માર્ચ પછી વધુ તકલીફો ઉભી થશે. ગ્રાહકો અને વેપારીઓ તમામ મુશ્કેલીમાં આવી જશે કેમ કે મોબાઈલ પાર્ટ્સનાં જેટલા પણ યુનિટ્સ છે તે તમામ ચાઈના સાથે જ સંકળાયેલા છે.

અમદાવાદ મોબાઈલ ડિલર અસોસિએશનનાં પ્રેસિડન્ટ કબીર સલુજા જણાવે છે કે, હાલમાં કોરોના વાયરસનાં હિસાબે જે સીપમેન્ટ આવવાનું હોય તે રોકાઈ ગયુ છે.  જે તે બ્રાન્ડ હોય પછી તે ઓપો, વીવો, સેમસંગ કે એમઆઈ હોય તેનો સ્ટોક સપ્લાય પહેલાની જેમ હાલમાં નથી આવી રહ્યો અને સોર્ટ સપ્લાય ઉભી થઈ છે.  પાર્ટસને લઈને વાત કરીએ તો હાલમાં વિવિઘ મોબાઈલ પાર્ટસ મોંઘા થઈ રહ્યા છે કારણ તેની પાછળ કોરોના વાયરસ જ છે તેના કારણે સોર્ટ સપ્લાય ઉભી થઈ છે. હાલમાં મોબાઈલના જે નવા મોડલ લોન્ચ થવાના હોય તે પણ ડીલે થઈ રહ્યા છે કોરોનાને લીધે. હાલમાં વેરહાઉસીસમાં જે દોઢ મહીના સુધીનો જે સ્ટાક પડ્યો હોય તે જ હાલમાં અમને મળી રહ્યો છે. જોકે, જે ફ્લોમાં અત્યાર સુધી સ્ટોક મળતો હતો તે નથી મળી રહ્યો. હાલમાં મોબાઈલ માર્કેટમાં કંડીશન બહુ જ ખરાબ છે સપ્લાય છે નહી અને જો માર્ચ અને એપ્રિલમાં પણ આવુ જ રહેશે. તો એકસ્પર્ટનાં મતે માર્કેટની પરીસ્થિતી બહુ જ ખરાબ બનશે.

આ પણ વાંચો : 'પીલે-પીલે ઓ મેરે રાજા' ગીત પર મદીરા સ્નાનની મજા લેનારા બધા જ 'રાજા-જાની' ઝડપાયા

મોબાઈલ શોપમાં મોબાઈલ રીપેર કરવા આવેલ ગ્રાહક  ધર્મિન ઠાકુર જણાવે છે કે, મારા ફોનની એલસીડી તૂટી ગઈ છે. મહીના પહેલા પણ મે આ જ ફોનમાં એલસીડી નખાવી હતી ત્યારે મને 1800માં નાખી આપી હતી પરંતુ અત્યારે આવ્યો છુ તો મને 3 હજાર થશે તેવો એસ્ટીમેટ મળ્યો છે. એટલે મારા દોઢ ગણા રુપિયા વધુ જઈ રહ્યા છે. મે પૂછ્યું કે ભાઈ આટંલુ મોઘુ કેમ તો તેમણે કહ્યુ કે તમામ પાર્ટસ ચાઈનાથી આવે છે અને ત્યાથી કોઈ શીપમેન્ટ નીકળી નથી રહ્યા. કોરોના વાયરસને કારણે અને તેના લીધે મારે હાલમાં વધારે રુપીયા ચૂકવવા પડી રહ્યા છે.

સ્પેરપાર્ટસની સાથે સાથે તમામ વિવિધ બ્રાન્ડનાં મોબાઈલ્સ પણ ચાઈનાની જ દેન છે. પરીણામે મોબાઈલનાં ડીલરો પણ ચિંતામાં મુકાયા છે. તેમનુ કહેવુ છે કે, હાલમાં સ્ટોક છે તે અમે વેચી રહ્યા છે. પરંતુ હજુ એક મહિનો માલ ચાઈનાથી નહી આવે તો વેર હાઉસનો સ્ટોક પણ ખાલી થઈ જશે અને મોબાઈલ ઈન્ડસટ્રીઝને મોટો ફટકો પડશે. કોરોના વાયરસે ચાઈના સહિત અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે જોકે હજુ સુધી તેનાથી ભારત સેફ છે પરંતુ મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં મોનોપોલી ધરાવતુ ચાઈના કોરોનાને લીધે ભાંગી પડ્યુ છે અને તેની સીધી અસર દેશના મોબાઈલ માર્કેટ પર પડી છે. હજુ પરીસ્થિતી વધુ ગંભીર બનશે તેવા અણસારથી વેપારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading