Home /News /madhya-gujarat /

Ahmedabad: નિર્ણયનગરમાં માથાભારે રોહિત ઠાકોર સહિત લુખ્ખાઓનો આતંક, મારામારી, તોડફોડ અને લૂંટ ચલાવી

Ahmedabad: નિર્ણયનગરમાં માથાભારે રોહિત ઠાકોર સહિત લુખ્ખાઓનો આતંક, મારામારી, તોડફોડ અને લૂંટ ચલાવી

માથાભારે લુખ્ખાઓનો આતંક

Ahmedabad crime news: રોહિત ઠાકોર, સાગર ઠાકોર અને અન્ય બે એમ ચારેય જણાએ ફરિયાદીને (knife attack) છરી બતાવી તેની પાસેથી મોબાઈલ ફોન (mobile loots) અને રૂપિયા 20 હજાર લૂંટી લીધા હતા.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad crime) નિર્ણય નગરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. રોહિત ઠાકોર નામના (Rohit thakor) આરોપીએ તેના સાગરીતો સાથે મળીને પહેલા લૂંટ ચલાવી બાદમાં મારા મારી કરીને વાહનોમાં તોડફોડ કરી છે. જો કે પોલીસને (Police) જાણ કરતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ (Police complaint) કરી વધુ તપાસ શરૂ કરી છે.

નિર્ણયનગર રેવા આવાસ યોજના ઔડાના મકાનમાં રહેતા અને સોનાના દાગીનાનું જડતરનું કામ કરતા ગોવિંદભાઈ વર્મા ગઇકાલે સાંજે પાનના ગલ્લેથી ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે રોહિત ઠાકોર, સાગર ઠાકોર અને અન્ય બે એમ ચારેય જણાએ ફરિયાદીને છરી બતાવી તેની પાસેથી મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજાર લૂંટી લીધા હતા.

બાદમાં જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ આ બાબતની જાણ તેના બનેવીને કરતા તે અને તેના મિત્ર રોહિત ઠાકોરના ઘરે મોબાઈલ અને રૂપિયા પરત લેવા માટે ગયા હતા.

જ્યાં રોહિત ઠાકોર એ તેના મિત્રો સાથે મળીને બંનેને માર મારતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર કરાવ્યા બાદ ફરિયાદી ઘરે પરત ફર્યા હતા. ત્યારે રોહિત ઠાકોર તેના આઠ દસ મિત્રો હાથમાં લાકડી, લોખંડ ની પાઈપ અને છતાં સાથે બાઈક પર આવ્યા હતા.

આ પણ વાંચોઃ-વલસાડઃ બજારમાં જ બે આખલાઓ યુદ્ધે ચડ્યા, ધમાચકડીમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા, video viral

અને એપાર્ટમેન્ટમાં પડેલ વાહનો માં તોડફોડ કરી હતી. જો કે ફરિયાદીને એક રિક્ષામાં બેઠેલા જોતા તમામ લોકો ત્યાં દોડી આવ્યા હતા. જેમાંથી એક આરોપી એ ફરિયાદીને માથાના ભાગે છરો માર્યો જ્યારે બીજાએ ખભાના ભાગે લાકડી મારતા ફરિયાદી દોડીને તેમના બનેવી ના ઘરે જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

જ્યારે આરોપી ઓએ એપાર્ટમેન્ટ માં પડેલ અનેક વાહનો માં તોડફોડ કરી અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો. જે અંગે ની જાણ પોલીસ ને કરતા મોટી સંખ્યા માં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હાલમાં ફરિયાદ નોંધીને આરોપી ઓને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News

આગામી સમાચાર