કેમ્પ હનુમાન મંદિરના દર્શન કરતા જતા ભક્તો માટે નવો નિયમ લાગુ કરાયો, જાણો

કેમ્પ હનુમાન મંદિરના દર્શન કરતા જતા ભક્તો માટે નવો નિયમ લાગુ કરાયો, જાણો
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લાખો ભક્તો માટે શાહીબાગ સ્થિત આર્મી કન્ટેઇમેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર છે

અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લાખો ભક્તો માટે શાહીબાગ સ્થિત આર્મી કન્ટેઇમેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લાખો ભક્તો માટે શાહીબાગ સ્થિત આર્મી કન્ટેઇમેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જોકે હવેથી મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો માટે નિયમો કડક બનાવામા આવ્યા છે. લોકડાઉન અને અનલોકના 248 દિવસ બાદ ભક્તો માટે ખુલ્લા મુકાયેલ મંદિરમાં હવે ભક્તોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

ગત સોમવારના રોજ ભક્તો માટે કેમ્પ હનુમાન મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું હતુ. કોરોના મહામારીના પગલે મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. કોરોના સંક્રમણ ન વધે અને મંદિર આર્મી કન્ટેઇમેન્ટ વિસ્તાર હોવાથી સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયું હતું. પરંતુ 248 દિવસના લોકડાઉન અને અનલોક બાદ અનેક કડક નિતી નિયમ સાથે મંદિરમાં મર્યાદામાં ભક્તો આસ્થા સાથે દર્શન કરી શકે તે માટે ખુલુ મુકાયું હતું. જોકે આજથી મંદિરમાં પ્રવેશ કરતા ભક્તો પાસેથી મોબાઇલ લઇ સેવામાં આવ્યા હતા અને ભક્તોને મોબાઇલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો.આ પણ વાંચો - 2000 વર્ષો સુધી કેમ બંધ રહ્યું સાઉદીનું શહેર હેગ્રા, હવે કેમ ખોલવામાં આવ્યું?

મંદિરમાં દર્શન કરવા ગયેલા ભક્તોએ આ નિર્ણયથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે બહાર મોબાઇલ રાખવાની કોઇ સુવિધા નથી. જે વ્યક્તિ અહીં એકલો આવે તેણે મોબાઇલ ક્યાં મુકવો તે એક પ્રશ્ન છે. આર્મી કન્ટેઇમેન્ટ વિસ્તાર છે અને મોબાઇલ પર પ્રતિબંધ મુક્યો છે તે વાત વ્યાજબી છે પરંતુ આ પહેલા ક્યારેય આ પ્રકારનો નિયમ આવ્યો ન હતો.
Published by:Ashish Goyal
First published:November 30, 2020, 19:16 pm