ધારાસભ્યે સીએમને લખ્યો પત્ર, મ્‍યુકર માઈકોસિસના ઈન્‍જેકશન તાત્‍કાલિક ઉપલબ્‍ધ કરાવવા માંગણી

ધારાસભ્યે સીએમને લખ્યો પત્ર, મ્‍યુકર માઈકોસિસના ઈન્‍જેકશન તાત્‍કાલિક ઉપલબ્‍ધ કરાવવા માંગણી
આ ઈન્‍જેકશન બજારમાં ન મળતા હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્‍યા છે

આ ઈન્‍જેકશન બજારમાં ન મળતા હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્‍યા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ધારાસભ્ય હિમંતસિંહ પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખી અમદાવાદ શહેર અને રાજ્યમાં મ્યુકર માઇકોસિસના રોગ માટે વપરાતા ઇન્જેક્શન સત્વરે ઉપલબ્ધ કરવા માંગ કરી છે .

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કહ્યું છે કે આજે દેશ અને રાજ્યમાં કોરોનાની સ્‍થિતિ બેકાબુ બની ગઈ છે. કોરોનાના બીજી લહેર અને નવા સ્‍ટ્રેઈનના કારણે રાજ્યમાં ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી ગયું છે. કોરોનાની મહામારી વચ્‍ચે તમામ લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, લોકો માનસિક અને આર્થિક રીતે પડી ભાંગ્‍યા છે. કોરોનાના કપરા સમયમાં રાજ્યની પ્રજા પર પડતા પર પાટુ સમાન નવા મ્‍યુકર માઈકોસિસ રોગે સમગ્ર રાજ્‍યમાં કાળો કેર વર્તાવ્‍યો છે.તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મ્‍યુકર માઈકોસિસ માટે દરેક સિવિલ હોસ્‍પિટલમાં અલગ વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં મ્‍યુકર માઈકોસિસ માટે શરૂ કરવામાં આવેલ અલાયદો વોર્ડ દર્દીઓથી લગભગ ભરાઈ ગયેલ છે. આવા દર્દીઓ સિવિલ હોસ્‍પિટલના બદલે ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લેવા મજબુર બન્‍યા છે. જે દર્દીને ડાયાબીટીસ હોય, કોરોનાની સારવારમાં સ્‍ટીરોઈડની જરૂર પડી હોય, પાંચ કે તેથી વધુ દિવસથી ઓક્‍સિજન પર રહેવું પડયું હોય તેમને આ રોગ થવાની શક્‍યતા વધુ હોય છે.

આ પણ વાંચો - સ્પેનની મહિલાએ અમદાવાદની હૉસ્પિટલમાં 10 દિવસમાં કોરોનાને મ્હાત આપી

તેમણે કહ્યું કે મ્‍યુકર માઈકોસિસ માટે અસરકારક ઈન્‍જેકશન ‘AMPHONEX’ દર્દીને આપવા પડે છે, પરંતુ આ ઈન્‍જેકશનની સમગ્ર રાજ્‍યમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આ ઈન્‍જેકશન બજારમાં ન મળતા હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્‍યા છે. આ ઈન્‍જેકશન નહીં મળવાના કારણે દર્દી ખૂબ જ ટૂંકા સમયગાળામાં મોતના મુખમાં ધકેલાઈ જાય છે. મ્‍યુકર માઈકોસિસ રોગથી મૃત્‍યુનું પ્રમાણ વધુ હોય છે ત્‍યારે રાજ્યના નાગરિકોનું જીવન બચાવવા માટે આ ઈન્‍જેકશન પૂરતા પ્રમાણમાં સહેલાઈથી મળી રહે તે અત્‍યંત જરૂરી બન્‍યું છે.

આથી, ઉક્‍ત હકીકત ગંભીરતાથી ધ્‍યાને લઈ રાજ્યના નાગરિકોના હિતમાં તાત્‍કાલિક નિર્ણય કરી, મ્‍યુકર માઈકોસિસ રોગના દર્દીઓ માટે અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્‍યમાં ‘AMPHONEX’ ઈન્‍જેકશનનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા અને રોગને સત્‍વરે કાબુમાં લેવા માટે જરૂરી કાર્યવાહી કરાવવા માંગ કરી છે.
Published by:Ashish Goyal
First published:May 13, 2021, 18:30 pm

ટૉપ ન્યૂઝ