'મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું,' મેવાણીએ 116 દલિતોની યાદી જાહેર કરી

News18 Gujarati
Updated: June 24, 2019, 2:46 PM IST
'મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું,' મેવાણીએ 116 દલિતોની યાદી જાહેર કરી
મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન પ્લે કાર્ડ બતાવી રહેલા દલિતો

કર્ણાટકમાં દલિતો પર થયેલા અત્યાચાર પર વાત કરતા મેવાણીએ કહ્યું કે, "કોઈ પણ પક્ષની સરકાર હોય, જો તેઓ દલિતોની રક્ષા નથી કરી શકતા તો તેમણે ડૂબી મરવું જોઈએ."

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આજે (સોમવારે) પત્રકાર પરિષદ સંબોધતા કચ્છના દલિત સમાજના 116 લોકોની યાદી જાહેર કરી છે. મેવાણીએ યાદી જાહેર કરતા આ લોકોની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી છે. પત્રકાર પરિષદ બાદ જિગ્નેશ મેવાણી આ યાદી મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગને સોંપશે.

પત્રકાર પરિષદ દરમિયાન મેવાણીએ જણાવ્યું હતું કે, "બોટાદમાં માજી-સરપંચની હત્યા કરવામાં આવી છે. તેમના પર પહેલા જ હુમલા થયા હતા પરંતુ સરકાર તેમને સુરક્ષા પૂરી પાડી ન હતી. કચ્છના રાપરમાં છેલ્લા 35 વર્ષથી માથાભારે તત્વોએ દલિતોની જમીન પચાવી પાડી છે. આ મામલે કચ્છના એસપીનું વલણ સહકારભર્યું છે પરંતુ રેવન્યૂ વિભાગની ઉદાસીને કારણએ કોઈ નિરાકરણ આવતું નથી."

કર્ણાટકમાં દલિતો પર થયેલા અત્યાચાર પર વાત કરતા મેવાણીએ કહ્યું કે, "કોંગ્રેસ કે પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, જો તેઓ દલિતોની રક્ષા નથી કરી શકતા તો તેમણે ડૂબી મરવું જોઈએ. મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું એટલા માટે અગાઉથી સરકારને જાણ કરીને રક્ષણની માંગણી કરું છું. કચ્છમાં મામલતદારની હાજરીમાં માથાભારે શખ્સોએ 116 દલિતોને ધમકી આપી છે."

જિગ્નેશ મેવાણી


જિગ્નેશ મેવાણીની યાદી મામલે ન્યૂઝ18 ગુજરાતીએ રાજ્યના ચીફ સેક્રેટરી જે. એન. સિંહ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ચીફ સેક્રેટરીએ કહ્યું કે, "આ મામલે કચ્છ અધિકારીઓ સાથે પ્રાથમિક વાતચીત થઈ છે. જે જમીનની ફાળવણી થઈ છે તે જમીનનો સરવે હજુ ચાલુ છે. કચ્છ કલેકટર સાથે વાતચીત કરવામાં આવી છે. દલિતોને ફાળવેલી જમીનો વહેલી તકે સોંપી દેવામાં આવશે. સાથે જ ચીફ સેક્રેટરીએ જીગ્નેશ મેવાણી લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ચીફ સેક્રેટરીએ કહ્યું કે, રેવન્યૂ ડિપાર્ટમેન્ટ રાજ્યના તમામ લોકોની મદદ માટે તત્પર છે. કચ્છના 116 દલિતોને પણ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ મદદ કરશે.

જિગ્નેશ મેવાણીએ રવિવારે કરી હતી ફેસબુક પોસ્ટ

જિગ્નેશ મેવાણીએ રવિવારે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, "ગુજરાત ભાજપ સરકારની અને કચ્છ જિલ્લા પ્રસાશનની ઘોર બેદરકારીના કારણે જેમના ખૂન થવાની પૂરી શક્યતા છે એવા કચ્છ જિલ્લાના 126 જમીન લાભાર્થી દલિતોના નામની યાદી સાથે, તેમજ તાજેતરમાં ઉપલેટામાં આવેલા ચુકાદા બાબતે અને ઉનાકાંડ દરમિયાન થયેલા આંદોલનકારીઓ પરના કેસો પરત લેવા સહિત સમગ્ર ગુજરાતના 48 લાખ દલિતોના પ્રાણ પ્રશ્નો બાબતે સાંજે 5 વાગ્યે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીશ.

રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના નાનજીભાઈ સૌંદરવા, એમના પુત્ર અને બોટાદના ડેપ્યુટી સરપંચ મનજીભાઈ સોલંકીએ અગાઉથી તંત્રને જાણ કરેલી છતાં એમના ખૂન થઈ ગયા. હવે જોવાનું એ રહે છે કે કચ્છના આ 126 દલિતોના ખૂન થાય ત્યાં સુધી રૂપાણી સાહેબ, ગુજરાતના ડીજીપી, અને કચ્છ જિલ્લા તંત્ર રાહ જુએ છે કે તાબડતોબ એમને પૂરતાં રક્ષણ સાથે એમની માલિકીની જમીનોનો કબજો સોંપે છે.
First published: June 24, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading