ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાઉન્સિલરની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાઉન્સિલરની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કાઉન્સિલરની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી

ઇમરાન ખેડાવાલાએ કહ્યું - ખાડિયા વોર્ડમાં લડવાથી આખી પેનલ કોંગ્રેસની આવી શકે છે. ધારાસભ્ય તરીકે સારા કામ કર્યા હોવાથી સમગ્ર વિસ્તાર પર પ્રભાવ પાડી શકાય

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પંસદગી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વર્તમાન ચૂંટાયેલ પ્રતિનિધિના પત્તા કપાઇ શકે છે. અમદાવાદ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક સિનિયર કાઉન્સિલર ચૂંટણી લડવા માંગતા નથી. તો કેટલાક નેતાઓ પોતાના સંગા સંબંધીઓને ટિકિટ આપવા માટે લોબિંગ કરી રહ્યાછે . ત્યારે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય અને કાઉન્સિલર ઇમરાન ખેડાવાલએ ફરી એક વાર ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. પાર્ટી કહેશે તો ફરી કાઉન્સિલર ચૂંટણી લડીશ.

કોંગ્રેસ ધારાસભ્ય અને જમાલપુર વોર્ડના અપક્ષ કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાએ મનપાની ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. તેમના લડવાથી પાર્ટી વધારે મજબૂત બનવાનો ખેડાવાલાએ દાવો કર્યો છે. ખેડાવાલા છેલ્લી ચાર ટર્મથી અમદાવાદ મનપામાં કોર્પોરેટર છે. 2017માં જમાલપુર-ખાડિયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ખાડિયાના મતદાતાઓની માંગ છે કે હું મનપા ચૂંટણી લડું. મારા લડવાથી જમાલપુર, ખાડિયા અને બહેરામપુરમાં અસર થશે. ખાડિયામાં 45 વર્ષથી ભાજપના કોર્પોરેટર ચૂંટાય છે. ખાડિયા વોર્ડમાં લડવાથી આખી પેનલ કોંગ્રેસની આવી શકે છે. ધારાસભ્ય તરીકે સારા કામ કર્યા હોવાથી સમગ્ર વિસ્તાર પર પ્રભાવ પાડી શકાય. પાર્ટી લીલી ઝંડી આપશે તો મનપા ચૂંટણી લડીશ.આ પણ વાંચો - અમદાવાદના યુવાઓનું અનોખું અભિયાન, અભયમ મિશન હેઠળ યુવતીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ

નોંધનીય છે કે પૂર્વ મેયર ગૌતમ શાહ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. ખાડિયા-જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટના પુત્ર માટે ખાડિયા બેઠક માટે ટિકિટ માંગી છે. પૂર્વ મેયર અમિત શાહે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે. ત્યારે ખાડિયા બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ બતાવી છે.

5 લાખ વિદ્યાર્થીઓ ફી માફ કરવા કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરશે

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે MBBS,MD,MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયીક અભ્યાસક્રમો –ઉચ્ચ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે નિર્ણય કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસે માંગ કરી છે. રાજ્યની ખાનગી મેડીકલ, ડેન્ટલ સહિતની કોલેજોએ આ વર્ષની ફીમાં રૂ. 10,000 થી 83,000 નો વધારો ઝીંક્યો છે . સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્ય શરૂ થયું ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે. ફી નહી ભરે તો પરીક્ષા ફોર્મ અને રજીસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યાં છે. સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થિક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઉંચી રકમ ભરવા માટે મજબૂર બન્યા છે. મંદી, મોંઘવારીથી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય, મધ્યમવર્ગના પરિવારો કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે.

મનિષ દોશીએ  જણાવ્યું હતું કે નામદાર વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાયું છે, પણ હજુ સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. રાજ્યના મેડીકલ, ડેન્ટલ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમના પાંચ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના અધિકાર અને એક સત્ર ફી માફી માટે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક ધરણાનો કાર્યક્રમ આપશે.
Published by:Ashish Goyal
First published:January 26, 2021, 22:53 pm

ટૉપ ન્યૂઝ