Home /News /madhya-gujarat /

Congress mission 2022: કોંગ્રેસ મિશન ૨૦૨૨ના ટાર્ગેટ સાથે સોશિયલ મીડિયા પર ભાર મુક્યો, યુથને આકર્ષિત કરવા કોંગ્રેસનો પ્રયાસ 

Congress mission 2022: કોંગ્રેસ મિશન ૨૦૨૨ના ટાર્ગેટ સાથે સોશિયલ મીડિયા પર ભાર મુક્યો, યુથને આકર્ષિત કરવા કોંગ્રેસનો પ્રયાસ 

કોંગ્રેસનું ચૂંટણીલક્ષી અભિયાન

Gujarat political news: આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) સોશિયલ મીડિયાની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. વિધાનસભા ચૂંટણીમાં નવા સ્લોગ સાથે મેદાનમાં ઉતરશે.

અમદાવાદઃ મિશન 2022 માટે કોંગ્રેસ (Congress mission 2022) સોશિયલ મીડિયાની (Social media) મહત્વની બેઠક બોલાવી હતી. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા (Congress prabhari raghu sharma) સહિત નેતાઓ માર્ગદર્શન આપ્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) સોશિયલ મીડિયાની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. વિધાનસભા ચૂંટણીમાં નવા સ્લોગ સાથે મેદાનમાં ઉતરશે. 2017માં વિકાસ ગાંડો થયો છે તે સુત્ર ખુબ પ્રચલિત થયું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર સોશીયલ મીડિયાના માધ્યમથી પોતાનો ભ્રષ્ટાચાર, અણઘડ આયોજન સહિતની નિષ્ફળતાઓ છુપાવવા સોશીયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડિયા દ્વારા સાચી માહિતી લોકો સુધી પહોંચાડી ભાજપના જુઠ્ઠાણાની પોલ ખોલશે. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં સોશીયલ મીડિયાનો રોલ મહત્વનો રહે છે. અસત્ય સામે સત્યની લડાઈ કોંગ્રેસ પક્ષ સોશીયલ મીડિયા ડીપાર્ટમેન્ટના સનિષ્ઠ કાર્યકરોની સાયબર આર્મીને સાથે રાખી કરશે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ સોશીયલ મીડિયાની રાજ્ય સ્તરીય મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ મોંઘવારીથી, યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે. ગુજરાતની જનતા અહંકારી અને ભ્રષ્ટાચારી શાસનથી કંટાળી છે ભાજપ પાસે અઢળક ધન છે અને ભાજપ ચૂંટણીમાં ધનબલ - બાહુબલની દુરુપયોગની સામે કોંગ્રેસનો કાર્યકર નિડરતાથી લડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષનું સોશીયલ મીડિયા ડીપાર્ટમેન્ટના સક્રિય કાર્યકર્તાઓ પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જ્વલંત વિજય અપાવવાનો ભગીરથ કાર્ય કરશે.

આ પણ વાંચોઃ-વાહ..! 10 વર્ષના બાળકે બેસાડ્યો ઈમાનદારીનો દાખલો, રૂ. 5 લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત સોંપ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ઈન્ચાર્જ અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૭ વર્ષના ભાજપના કુશાસનથી જનતા ત્રસ્ત છે ત્યારે નાગરિકોને હિસાબ આપવાની જગ્યાએ ભાજપ ભાવનાત્મક મુદ્દાઓ આગળ કરી મુળભૂત સુવિધાઓના પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. હિઝાબ, સ્મશાન - કબ્રસ્તાન, હિંદુ - મુસ્લિમ સહિતના મુદ્દાઓની આડમાં ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસની સાયબર આર્મીના કાર્યકરો ભાજપની પોલ ખોલી સાચી હકિકત લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.

આ પણ વાંચોઃ-પિતા-પુત્ર આવું કરતૂતો કરીને અમદાવાદ ભાગી આવ્યા, બાપ-બેટો ઝડપાયા

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સોશીયલ મીડિયા ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા - આગેવાનોએ વર્ષ ૨૦૧૭માં “વિકાસ ગાંડો થયો છે”, “મારા હાળા છેતરી ગયા” જેવા સોશીયલ મીડિયા કેમ્પેઈન ચલાવી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને નર્વસ-૯૦ પર અટકાવી હતી. તેવી જ રીતે આ વખતે પણ જુદા જુદા પ્રજા લક્ષી કેમ્પેઈન દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, વારંવાર પેપર ફુટવા, મહિલા અત્યાચાર સહિતના મુદ્દાઓ લોકો સમક્ષ મુકવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, ગુજરાત કોંગ્રેસ

આગામી સમાચાર