ગાંધીનગરઃ IBના ગુમ થયેલા PSI સુરક્ષિત હાલતમાં મળી આવ્યા

News18 Gujarati
Updated: October 3, 2018, 7:01 PM IST
ગાંધીનગરઃ IBના ગુમ થયેલા PSI સુરક્ષિત હાલતમાં મળી આવ્યા
અનિલ પરમાર

  • Share this:
ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા પરિવારને પત્ર લખીને ગુમ થઈ ગયેલા આઈબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ પરમાર સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. આ મામલે એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન એલસીબીને પીએસઆઈ સુરક્ષિત હાલતમાં મળી આવ્યા છે. ગુમ થતા પહેલા પીએસઆઈએ લખેલા પત્રમાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. પીએસઆઈ ગુમ થયા બાદ તેમના પરિવારજનો ખૂબ ચિંતામાં આવી ગયા હતા અને આ મામલે યોગ્ય તપાસ કરવાની પણ માંગણી કરી હતી.

PSIએ ગુમ થતા પહેલા લખેલો પત્ર

"હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહીં, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય? ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમ કે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી. મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો."

ન્યાય કરનારા જ અન્યાય કરે તો હું ક્યાં જાવ?

"અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી. કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરુ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો. જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નીકળી ગયા. આશા હું શું કરું આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ."

દીકરી તારા બાપને માફ કરજે"મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ ખોટી અરજી કરનારાઓ સામે કાર્યવાહી કરી ન્યાય અપાવજો. આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દીકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દીકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૂર છે. દીકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે. એટલે મેં જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે."

મોટાભાઈ, ભાભી માફ કરજો

"હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દીકરીના સમ ખાયને કહું છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે. જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચું કહું છું. મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા. ધ્યાન રાખજો. સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે. મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો."

હું કાયર નથી

"રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે. રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કહું છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે. હું શું કરું હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા."
First published: October 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading