માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો: ગુમ થયેલી 12 વર્ષની બાળકીને 40 વર્ષના આધેડે પત્ની તરીકે રાખી, પોલીસ પણ ચોંકી ગઈ

માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો: ગુમ થયેલી 12 વર્ષની બાળકીને 40 વર્ષના આધેડે પત્ની તરીકે રાખી, પોલીસ પણ ચોંકી ગઈ
પોલીસે આરોપીની ધરપકડ કરી

30 સપ્ટેમ્બર 2020ના રોજ બાળકી પોતાના ઘરેથી ગુમ થઈ હતી, બાળકી નારોલ વિસ્તારમાં કાચા છપરામાં પોતાના પિતા અને ભાઈ સાથે રહેતી હતી. પોલીસે બાળકીને છોડાવ્યા બાદ બાળકી દ્વારા ઘટનાનો ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ.

  • Share this:
અમદાવાદ : માતા-પિતા અને સમાજ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકીને ઘરમાં માતા-પિતાનો પ્રેમ ન મળતા એક 40 વર્ષના આધેડની લાલચની જાળમાં ફસાઈ ઘર ત્યજી દીધુ. આખરે આજે સાડા ત્રણ મહિને બાળકી ગુમ થયેલી બાળકીનો પોલીસને પતો લાગ્યો, ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં ગરીબ પરિવારની અને છાપરાઓમાં રહેતી એક 12 વર્ષિય બાળકી સાડા ત્રણ મહિના પહેલા ગુમ થઈ હતી, પરિવાર દ્વારા સમગ્ર સગા સંબધીઓને ત્યાં તપાસ કર્યા બાદ પણ બાળકીની ભાળ ન મળતા આ મામલે તેના પિતા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે તેના પરિવારની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, બાળકી ગુમ થઈ છે ત્યારથી તેના ભાઈનો સાદો મોબાઈલ ફોન પણ ગાયબ છે, આના આધારે પોલીસે મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યો હતો, આ વાતને સાડા ત્રણ મહિના વીતિ ગયા બાદ પણ પોલીસને બાળકીની કોઈ કડી મળતી ન હતી. આખરે ગતરોજ મોબાઈલ ચાલુ થતા પોલીસ તે લોકેશન પર ગઈ અને બાળકી મળી આવી છે, સાથે તેનું અપહરણ કરનાર આધેડની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વિગતે ઘટનાની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર 2020ના રોજ બાળકી પોતાના ઘરેથી ગુમ થઈ હતી, બાળકી નારોલ વિસ્તારમાં કાચા છપરામાં પોતાના પિતા અને ભાઈ સાથે રહેતી હતી. પોલીસે બાળકીને છોડાવ્યા બાદ બાળકી દ્વારા ઘટનાનો ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરે એક 40 વર્ષનો આધેડ બાળકીની ગરીબીનો લાભ ઉઠાવી તેને સારી રીતે રાખવાની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી ગયો હતો. મહત્વની વાત એ છે કે, 40 વર્ષિય આરોપીને 20 વર્ષનો દીકરો હોવા છતા તે આ બાળકીને પત્ની તરીકે રાખતો હતો.

આ પણ વાંચો - રાજકોટમાં સંબંધોનું ખૂન, કૌટુંબિક બહેન-બનેવીએ સાળાને લોહીલુહાણ કરી ઉતાર્યો મોતને ઘાટ

પોલીસ સૂત્રો અનુસાર, આરોપી બાળકીના પાડોશમાં રહેતી તેની બહેનપણીનો મામા છે, જેથી તે અવાર નવાર અહીં આવતો અને બાળકીના સંપર્કમાં આવ્યો હતો. તે બાળકીની કહાની જાણતો હતો કે તેનો પિતા દારૂડીયો છે, અને તેને સારી રીતે રાખતો નથી. આ વાતનો લાભ ઉઠાવી તેણે બાળકીને સારી રીતે રાખીશ તેવી લાલચ આપી તેને ભગાડી ગયો હતો. આરોપી બાળકી સાથે બારેજા ગામની સીમમાં એક તળાવ પાસે રહેતો હતો, અને માછલી પકડવાનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. આખરે ત્રણ મહિના બાદ બાળકી પોતાના ભાઈનો જે ફોન લઈ ગઈ હતી, તે ઓન થતા જ પોલીસને તેનું તેનું લોકેશન મળતા પોલીસ તુરંત બારેજા પહોંચી હતી, અને પોલીસે બાલકી તથા અપહરણકાર મળી આવ્યા હતા.

આ પણ વાંચો - સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

પોલીસે આધેડ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ મનુ ચનારા (40) છે, અને તે મૂળ દાહોદનો વતની છે. હાલમાં પોલીસે આરોપીને પકડી પાડી સગીરાની મેડીકલ સારવાર કરાવી ઇ.પી.કો. કલમ ૩૬૬,૩૭૬(૨)એન,૩૭૬(૩) તથા પોકસો એકટ કલમ ૩,૪,૫(એલ),૬, ૮, ૯(એલ), ૧૦,૧૧(૬),૧૨ તથા એટ્રોસીટી એકટ કલમ 3(1)(W)(i),3(2)(5), 3(2)(5-અ) મજુ બની કલમોનો ઉમેરો કરી કોર્ટમાં અલાયદો રીપોટ કરી અટ્રોસીટી એકટ મજુબનો ગનો બનતો હોય આગળની વધુ તપાસ માટે કાગળો તથા આરોપીને એસસી એસટી સેલને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના હમણાં જ થોડા દિવસ પહેલા અમદાવાદમાં સામે આવી હતી, જેમાં માતા-પિતાએ 10 વર્ષની બાળકીને ઠપકો આપતા ઘર છોડી ભાગી ગઈ હતી, અને અમદાવાદથી 10 કિમી દુર સાણંદ રોડ પરથી મળી આવી હતી.
Published by:kiran mehta
First published:January 22, 2021, 21:22 pm

ટૉપ ન્યૂઝ