Home /News /madhya-gujarat /

અમદાવાદ સિવિલની બેદરકારી : દર્દીના મૃત્યુના 14 દિવસ બાદ પરિવારને મેસેજ આવ્યો, 'દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા છે'

અમદાવાદ સિવિલની બેદરકારી : દર્દીના મૃત્યુના 14 દિવસ બાદ પરિવારને મેસેજ આવ્યો, 'દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા છે'

મૃતકના પુત્રનો વીડિયો

'મારા પિતાના મૃત્યુના 14 દિવસ બાદ સિવિલનો મેસેજ આવ્યો કે તેમને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા છે, આ બેદરકારીનો મને જવાબ જોઈએ'

    અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સિવિલ હૉસ્પિટલ (civil Hospital)ની વધુ એક ઘોરબેદરકારી સામે આવી છે. ગઈકાલે એક પરિવારના વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદ તેમની તબિયત સ્થિર હોવાનો મેસેજ આવ્યાના બ્લન્ડરને 24 કલાક પણ નથી વીત્યા ત્યાં આજે અમદાવાદના સાગર શાહ નામના વ્યક્તિએ એક વીડિયો (Video) બનાવીને સિવિલના હવાઈ તંત્ર વિશે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ વીડિયોમાં યુવક સાગર કહી રહ્યો છે કે મારા પિતાનું 16મી મેના રોજ સિવિલના કમ્પાઉન્ડમાં મોત થયું હતું. આજે આ ઘટનાના 14 દિવસ બાદ મને મેસેજ આવ્યો કે મારા પિતાને GCRI વૉર્ડ C5માં ટ્રાન્સફર કરાયા છે.

    આ વીડિયોમાં યુવકે કહી રહ્યો છે કે 'મારા કિશોર ભાઈ શાહનું 16મી મેના રોજ સિવિલના કમ્પાઉન્ડમાં મોત થયું હતું. આ ઘટના બાદ મારો પરિવાર શોકમાં ગરકાવ હતો ત્યારે ગઈકાલે અચનાક મારા મોબાઇલમાં મેસેજ આવ્યો કે મારા પિતાને જીસીઆરઆઈ વોર્ડ 5માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.'

    આ પણ વાંચો :  અરબી સમુદ્રમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, સુરતનાં દરિયાકાંઠેથી 920 કિ.મી. દૂર



    'પ્રભાકર સાહેબ મને આ બેદરકારીનો જવાબ જોઈએ'

    આ વીડિયોમાં સાગર નામનો યુવક કહી રહ્યો છે કે 'તમારી એક ઘોર બેદરકારીના કારણે મારો પરિવાર મુસીબતમાં મૂકાતા મૂકાતા રહી ગયો છે. મને આ બેદરકારીનો જવાબ જોઈએ જોઈએ જોઈએ.. સિવિલ સુપરિટેન્ડન્ટ પ્રભાકર સાહેબ આ બદરકારીનો જવાબદાર કોણે છે? મને જવાબ જોઈએ.'

    આ પણ વાંચો :   પાકિસ્તાની જાસૂસઃ રેલવેના કર્મચારી આ કારણે ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર આવ્યા

    અગાઉ મૃત દર્દીના પરિવારને ફોન આવ્યો હતો કોરોના નેગેટિવ છે લઈ જાવ

    અગાઉ સિવિલ હૉસ્પિટલે એક મૃત દર્દીના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે તેમના પરિજનનો કોરોના ટેસ્ટ નેગેટિવ છે તમે તેમને લઈ જઈ શકો છો ત્યારે પોતાના પરિવારજનના અગ્નિ સંસ્કાર કરી ચૂકેલો પરિવાર હતપ્રભ બની ગયો હતો કે આવું કઈ રીતે શક્ય છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Civil Hospital, Covid Patient, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन