અમદાવાદ : બનાવટી ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ : બનાવટી ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
પ્રતિકાત્મક તસવીર

ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

  • Share this:
અમદાવાદ : કોરોનાની બીમારી વચ્ચે જીવન બચાવતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન (tocilizumab injection) હોવાનું કહીને નકલી ઇન્જેક્શન વેચતા બે આરોપીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરીને આજે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ (Mirzapur Rural Court)માં રજૂ કર્યા હતા. પકડાયેલા આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે એવી ફરિયાદ દાખલ કરી છે કે, તેમણે કોરોના મહામારીને ડામવા માટે જે દવાઓનો હાલ કાયદેસરનો ઉપયોગ સરકારી અને બિન સરકારી દવાખાનામાં કરાઈ રહ્યો છે તે દવાનો આરોપીઓએ ખોટી અને તદન બનાવટી દવા બનાવીને તેને 1.35 હજારમાં તેનું વેચાણ કરીને પોતાની આવક ઊભી કરી રહ્યા હતા. આ મામલે કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નોંધનયી છે કે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ હજુ ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ માટે ક્રાઇમ બ્રાન્ચે કુલ નવ મુદા રજૂ કર્યા હતા. જે મામલે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો થઈ હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ તમામ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આ પણ વાંચો : સુરત : કોરોના મહામારી વચ્ચે બ્રેઇનડેડ સ્ત્રી-પુરુષના અંગદાનથી 10 લોકોને જીવનદાન મળ્યું

આરોપીઓના નામ :

1) આશિષ દિનેશભાઈ શાહ (ફરાર)
2) અક્ષય દિનેશભાઈ શાહ (ફરાર)
3) હર્ષ ભરતભાઈ ઠાકોર
4) નિલેશ ચંદ્રકાંત લાલીવાલા
5) સોહેબ ઇસ્માઇ તાઇ (ફરાર)

શું છે ઇન્જેક્શન કૌભાંડ?

રાજયના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબના બનાવટી ઈન્જેકશનના વેચાણનું રાજ્ય વ્યાપી કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. સંજીવની હોસ્પિટલ, ભુયંગદેવ, અમદાવાદ ખાતે દાખલ થયેલા દર્દી લતાબેન માટે આ ઇન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામા આવ્યું હતું. દર્દીના સગા દ્વારા આ ઇન્જેક્શન (એક્ટેમરા) 250 એમ.જી./એમ.એલ.USP Grade for I.M. Only ,10 X 1 ML Ampoulesના ત્રણ બોક્સ Mfg. Genic Pharmaના લાવીને ડૉક્ટરને આપવામાં આવ્યા હતા. આ ઇન્જેક્શન બાબતે ડૉક્ટરને શંકા પડતા તેમણે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરી હતી.

વીડિયોમાં જુઓ : આજના મહત્ત્વના સમાચાર

આ મામલે તપાસ કરતા ફાર્મા પાસે આ ઇન્‍જેક્શન હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી આવ્યા હોવાની માહિતી મળી હતી. ભરતભાઇ ઠાકોરની પૂછપરછ કરતાં તેઓ આ ઇન્‍જેક્શનના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલા પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલાની પૂછપરછ કરતાં તેઓ આ બનાવટી ઇન્‍જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના ઇસમ પાસેથી મંગાવતા હોવાનું સામે આવ્યું હતું. સુરતના તંત્ર તરફથી જ્યારે સોહેલના ઘરે દરોડા કરવામાં આવ્યા ત્યારે ત્યાંથી ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકિંગ મટીરીયલ મળી આવ્યું હતું. આ રીતે આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:July 23, 2020, 18:14 pm

ટૉપ ન્યૂઝ