લઘુમતીઓ પ્રત્યે ભેદભાવ: 11.5% વસ્તી સામે માત્ર 5.51 કરોડની ફાળવણી

News18 Gujarati
Updated: February 20, 2019, 2:20 PM IST
લઘુમતીઓ પ્રત્યે ભેદભાવ: 11.5% વસ્તી સામે માત્ર 5.51 કરોડની ફાળવણી
ગુજરાતના રાજ્યના 2019-20ના બજેટને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના રાજ્યના 2019-20ના બજેટને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

  • Share this:
અમદાવાદ : ગુજરાતના રાજ્યના 2019-20ના બજેટને ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સૂચિત બજેટ 1.92 લાખ કરોડ છે. જેમાં ગુજરાત રાજ્યના 11.5% લઘુમતી માટે અલ્પ સંખ્યક નાણાં ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે 1 લાખ, મલ્ટી સેકટરલ ડેવલોપમેન્ટ પ્લાન (MSDP) માં રાજ્ય ના 4 કરોડ અને કુલ 5.૫૧ કરોડ અને અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ માટે રાજ્યના 1.૫૦ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.

માયનોરીટી કોઓર્ડિનેશન કમિટીનાં સંયોજક મુજાહિદ નફીસે જણાવ્યું કે, બજેટ પહેલા જ લઘુમતી સમુદાયના વિકાસ,રક્ષણ, શિક્ષણ અને રોજગાર માટે 5940 કરોડ ની માંગ કરવામાં આવેલ હતી પરંતુ વર્તમાન સરકાર જે વિજ્ઞાપન માં તો સબ ક સાથ સબકા વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ ગુજરાતમાં જાણી જોઇને ૧૧. 5% વસ્તી ને વિકાસ અને રક્ષણ થી દુર રાખવામાં આવી રહ્યું છે જે બંધારણની મૂળ ભાવના તમામને વિકાસ અને ન્યાયની સમાન તકોની વિરુદ્ધ છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સરકારની સમાજને વિભાજીત કરવાની નીતિને વખોડીએ છીએ અને જાણી જોઇને એક ચોક્કસ સમુદાયને પછાત રાખવાની નીતિની પણ નિંદા કરીએ છે, આવનારા સમયમાં અમે સરકારની આ વિભાજનકારી નીતિને જન જન સુધી પહોંચાડીશું અને આના વિરુદ્ધ રોડ થી લઈને કોર્ટ સુધીની કામગીરી કરીશું”.
First published: February 20, 2019, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading