Home /News /madhya-gujarat /

Ahmedabad: બહેનપણી એ જ ફ્રેન્ડ્સના કિસિંગ photo viral કરવાની ધમકી આપી, ઇચ્છા ન હોવા છતાં સગીરાએ યુવક સાથે હોટલના રૂમમાં જવું પડ્યું

Ahmedabad: બહેનપણી એ જ ફ્રેન્ડ્સના કિસિંગ photo viral કરવાની ધમકી આપી, ઇચ્છા ન હોવા છતાં સગીરાએ યુવક સાથે હોટલના રૂમમાં જવું પડ્યું

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: બહેનપણીએ સગીરા એવી ફ્રેન્ડને (friend) તેના કિસ કરતા ફોટો વાયરલ કરવાની ધમકી આપી બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં (Boyfriend in hotel room) જવા દબાણ કર્યું હતું.

અમદાવાદ: કહેવાય છે કે જીવનમાં મિત્રો (friend) એવા રાખો કે જીવનમાં પોતાનું ખોટું થવા દે પણ મિત્રતા ખાતર તમારું ખોટું ન કરે. દરિયામાં અનેક મોતી હોય છે તેમાં સારો મોતી કયો તે ઓળખવું પડે તેમ જ અનેક મિત્રો જીવનમાં આવતા જતા હોય છે અને તેમાં તમારો હિતેચ્છુ મિત્ર કોણ તે જાણવું જરૂરી બને છે. નહિ તો આવા મિત્રો તમારું જીવન (life) બરબાદ કરી દેતા હોય છે. એક સગીરાને એક યુવક સાથે પહેલા પ્રેમ (love) થયો હતો. જે બને વચ્ચેના સંબંધોમાં તેની બહેનપણીની એન્ટ્રી થઈ અને તેને પણ બંનેના પ્રેમ સંબંધની (love relation) જાણ થઈ હતી. જેથી આ બહેનપણીએ સગીરા એવી ફ્રેન્ડને તેના કિસ કરતા ફોટો વાયરલ કરવાની ધમકી આપી બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં (Boyfriend in hotel room) જવા દબાણ કર્યું હતું. આખરે સગીરાના પરિવારને આ અંગે જાણ થતા બળાત્કાર (Rape) ગુજારનાર પ્રેમી અને એક યુવતી સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ સાબરકાંઠા જિલ્લાની અને અમદાવાદ માં રહેતી 17 વર્ષની સગીરા અહીં અભ્યાસ કરે છે. તે વર્ષ 2019થી એક યુવક અને એક યુવતીના સંપર્કમાં હતી. આ ત્રણેય એકબીજાના મિત્રો હતા. મિત્રતા દરમિયાન સગીરાને યુવક સાથે પ્રેમ થયો હતો. જે ઘણા સમય સુધી પ્રેમ સંબંધ ચાલ્યો હતો.

જે વાતની જાણ આ ગ્રુપની એક યુવતીને થઈ હતી. સગીરાની મિત્ર એવી આ યુવતીએ સગીરાના પ્રેમીને કિસ કરતા ફોટો તેની પાસે છે અને તે વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. અને બાદમાં યુવક સાથે સાણંદ એક જગ્યાએ જવા મજબુર કરી હતી. બાદમાં ત્યાં સાણંદ ખાતે લઈ જઈ યુવકે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે, જાણો રાશિફળ

આટલું નહિ યુવતીએ સગીરા પર બળાત્કાર ગુજારાવડાવી પૈસાની પણ માંગણી કરી હતી. એલ વાર નહિ પણ આવું ઘણી વાર યુવતીએ અને યુવકે ભેગા મળી કાવતરું રચ્યું હતું.

આ પણ વાંચોઃ-Surndrangar news: લીંબડીમાં વિમા ક્લેઈમના રૂપિયા બાબતે ઝઘડો થયો, પ્રેમીએ જ પથ્થરના ઘા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

ફરી એક બાર સગીરાને આજ રીતે બ્લેકમેલ કરી સાણંદ એક હોટલમાં પણ મોકલી હોવાનું સામે આવ્યું હતું. સગીરાના પરિવારજનોને જાણ થતા જ તેઓએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર બાબતે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News, Molestation

આગામી સમાચાર