Home /News /madhya-gujarat /

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પ્રેમી સગીરાને મિત્રના ઘરે લઈ ગયો, શારીરિક સુખના વીડિયો થકી દાગીના પડાવ્યા

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો! પ્રેમી સગીરાને મિત્રના ઘરે લઈ ગયો, શારીરિક સુખના વીડિયો થકી દાગીના પડાવ્યા

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: શારીરિક સંબંધો (physical relation) બાંધી તેને ઘરમાં લાગેલા સીસીટીવી રેકોર્ડિંગ (cctv recording) વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવી લીધા હતા.

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર વર્ચ્યુલ પ્રેમ પ્રકરણ (love affair) સામે આવ્યું છે. એક સગીરા નોકરીએ જતા એક યુવક સાથે સંપર્કમાં આવી અને સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ કરી હતી. બાદમાં સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપી પ્રેમી તેને મિત્રના ઘરે લઈ ગયો. જ્યાં તેની સાથે શારીરિક સંબંધો (physical relation) બાંધી તેને ઘરમાં લાગેલા સીસીટીવી રેકોર્ડિંગ (cctv recording) વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પ્રેમીના ઘરવાળા સગીરાના ઘરે જઈ બબાલ કરતા મામલો પ્રકાશમાં આવતા પોલીસે (police complaint) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આનંદનગર માં પણ એક સગીરા પ્રેમી સાથે ભાગી ગઈ હતી જે સોશિયલ મીડિયા થકી પ્રેમીના સંપર્કમાં આવી હતી. ત્યારે આજના આ ટેકનોલોજી ના જમાના માં માતા પિતાએ ચેતવાની જરૂર ઉભી થઇ છે. સગીર સગીરનો સોશિયલ મીડિયા થકી એક બીજાના સંપર્ક માં આવે છે અને બાદમાં પ્રેમ કરી બેસે છે અને બાદમાં કોઈ અઘટિત ઘટના બનતા માતા પિતાને રોવાનો વારો આવે છે.

પશ્ચિમ વિસ્તાર માં રહેતા 41 વર્ષીય મહિલા  16 વર્ષની દીકરી અને માતા સાથે રહે છે. તેમની 16 વર્ષીય દીકરી કોઈ દુકાનમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા રાત્રે તેઓ સુતા હતા ત્યારે ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો હતો. દરવાજો ખોલ્યો તો ચારેક લોકો ત્યાં હતા અને તેઓએ સગીરાને જણાવ્યું કે તારા લીધે અમારા દીકરાએ ફીનાઇલ પી લીધું છે. બાદમાં બોલાચાલી ઝગડો કરી ત્યાંથી જતા રહ્યા હતા.

જેથી મહિલાએ તેમની દીકરીને પૂછતાં તેણે જણાવ્યું કે બે માસ પહેલા નોકરીએ જતી વખતે તે આ ઘરે આવેલા લોકોના એક દીકરા સાથે મળી હતી અને બને વચ્ચે મિત્રતા થયા બાદ સોશિયલ મીડિયા થકી વાતચિત કરતા હતા. આ પ્રેમીએ સગીરાને મળવા માટે કહેતા તેણે મનાઈ કરી તો સગીરાને તેની માતા ને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પતિએ ઉતારી પત્નીને મોતને ઘાટ, જેના નામનું સિંદૂર માથામા લગાડતી તેજ ભરથારે પત્નીને રહેંસી નાખી

સગીરા આ વાતથી ગભરાઈ જતા તે એકાદ માસ પહેલા પ્રેમીને મળી હતી. બાદમાં તેઓ બને મોલમાં ગયા અને બાદમાં ફરી મળવા બોલાવી પ્રેમી ગોદરેજ ગાર્ડન સીટી ખાતે તેના મિત્રના ત્યાં લઈ ગયો હતો. ત્યાં પ્રેમીએ સગીરા સાથે શારીરિક સબન્ધ બાંધી ઘરમાં સીસીટીવી લાગ્યા છે કોઈને કહીશ તો તે રેકોર્ડિંગ ઘરે બતાવી દઈશ તેવી ધમકી આપી નોકરી વાળા સ્થળે સગીરાને મૂકી ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રસ્તે જનારને ભાઈ બનાવવું મહિલાને ભારે પડ્યું, મહિલાને ફૂંક મારી સિક્કો અને ફૂલ આપ્યા.. પછી?

બાદમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમીએ મેસેજ કરી 15 હજારની સગીરા પાસે માંગણી કરી હતી. પૈસા નહિ આપે તો વિડીયો વાયરલ કરી દેવાની પ્રેમીએ ધમકી આપી હતી. સગીરાએ ચોરી છુપીથી સાડા ચાર હજાર આપ્યા પણ છતાંય વધુ પૈસાની માંગણી કરતા બે ચાંદીની પાયલ આઠ હજારની આપી દીધી હતી. બાદમાં સગીરાએ ફોન કરતા પ્રેમીના મિત્રએ ફોન ઉપાડી કહ્યું કે ઘરમાં બબાલ થઈ હોવાથી તેના પ્રેમીને ગામડે તેના પિતાએ મોકલી દીધો છે.

સગીરાના પ્રેમીના પિતા, કાકા, કાકાના દીકરા અને મિત્ર ચારેય લોકો સગીરા નોકરી કરતી હતી તે મહિલાના ઘરે જઈને પણ બબાલ કરી હોવાની જાણ થતા આ ચારેય લોકો સામે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર