અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) યુવતીઓની સલામતી પર ફરી સવાલ ઉભો થયો છે. ગોમતીપુર (Gomtipur) વિસ્તારમાં 15 વર્ષની સગીરાને ચાર મિત્રોએ મળીને બ્લેકમેલ (blackmail) કરી અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની સગીરા જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી તે સમયે તેને પરિચય જાવેદ, આબીદ, સમીર અને હસનેન નામનાં યુવક સાથે થયો હતો. જે આરોપીઓએ ભેગા મળી સગીરાને પિંખી નાખતા હવે પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
એક સગીરાની ફરિયાદ લઈ પોલીસે શરૂ કરેલી તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાં જાવેદ સગીરાનો મિત્ર હોવાથી તેની પાસે સગીરાનાં ફોટો હતો. તેવામાં એક મહિનાં પહેલા જાવેદે સગીરાને મળવા બોલાવી ગોમતીપુરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં હોટેલનાં કાઉન્ટર પાસે આબીદ ઉર્ફે રિહાન નામનો આરોપી પહેલાથી હાજર હતો. ત્યારે જાવેદે સગીરાને આબીદ સાથે શરીર સંબંધ રાખવાનું દબાણ કરી નહિં માને તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી સગીરા ડરી જતા તેણે પ્રતિકાર કર્યો ન હતો અને આબીદે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
થોડા સમય બાદ સગીરાનાં ઘર પાસે જઈને જાવેદે પોતાની સાથે હોટલમાં લઈ જઈ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વારંવાર જાવેદ દ્વારા સગીરાનાં ફોટો વાયરલ કરવાની ધમકી આપતા સગીરા બધુ જ મુંગા મોઢે સહન કરતી હતી.
થોડા દિવસો પહેલા રાતનાં સમયે સગીરાનાં ઘરનો દરવાજો રાત્રીનાં સમયે ખુલ્લો રહી ગયો હોવાથી બંધ કરવા જતા તે સમયે જાવેદ તેનાં ઘર સામે જ ઉભો હતો.જાવેદે સગીરાને ઘમકી આપી પોતાનાં મિત્ર સમીર અને હસનેન સાથે મળીને જબરદસ્તી ગોમતીપુર વિસ્તારમાં એક ગોડાઉન નજીક લઈ ગયા હતા. જ્યાં કારમાં સમીર ઉર્ફે આસીફે સગીરા સાથે કારમાં શારિરીક અડપલાં કર્યાં હતાં, જે બાદ હસનેન નામનાં આરોપીએ કારમાં જ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરા રાતનાં સમયે ગુમ થતા પરિવારજનો સગીરાને શોધવા નિકળ્યા હતા. ત્યારે સગીરાએ ઘરે આવીને પરિવારજનોને સમગ્ર ધટના અંગે જાણ કરતા પરિવારજનોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, છેડતી, પોક્સો સહિતની કલમો હેઠળ જાવેદ, આબીદ ઉર્ફે રેહાન, સમીર ઉર્ફે આસીફ અને હસનેન નામનાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તમામ આરોપીઓની અટકાયત કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી જાવેદ એ સગીરા પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા અને છેલ્લે 25 હજારની માંગ પણ કરી હતી જે મામલે આરોપીની તપાસ શરૂ કરાઇ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર