Home /News /madhya-gujarat /

Ahmedabad:પાડોશી યુવકે કિશોરી સાથે એવુ કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, આરોપીને પકડવા ટીમ કામે લાગી ગઈ

Ahmedabad:પાડોશી યુવકે કિશોરી સાથે એવુ કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, આરોપીને પકડવા ટીમ કામે લાગી ગઈ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં (shaherkotada) ફરી એક ઘટના સામે આવી છે અને જેમાં એક યુવક પડોશમાં (Neighbor boy) રહેતી કિશોરીને (minor girl) ફોસલાવીને લઈ ગયો છે.

Ahmedabad crime news: મહિલાઓની સુરક્ષાને (Protection of women) ધ્યાનમાં લઈને સરકાર દ્વારા કડક કાયદો (law) બનાવીને સુરક્ષિત કરવા તમામ પ્રયત્ન કરવામાં આવે છે પંરતુ આરોપીઓને (accused) કાયદાનો પણ બીક લાગતો નથી. છેલ્લા થોડા દિવસોમાં સુરતથી (surat news) લઈને ગાંધીનગરમાં (Gandhinagar news) બાળકીઓ પર થયેલ શોષણ મુદ્દે કોર્ટ (court) દ્વારા કડક સજા ફટકારવામાં આવી છતાં કિશોરી સાથે ના બનાવો બનતા સામે આવી રહ્યાં છે.

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ફરી એક ઘટના સામે આવી છે અને જેમાં એક યુવક પડોશમાં રહેતી કિશોરીને ફોસલાવીને લઈ ગયો છે.કિશોરી હોવાથી પોલીસે તાત્કાલિક એકશનમાં આવી ગઈ. મળતી માહિતી પ્રમાણે વિસ્તારમાં રેહતી એક કિશોરી ઘરેના મળી આવતી પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા.

આ મામલે તપાસ કરતા તેની બાજુમાં રેહતો એક યુવક પણ ગાયબ હતો જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક કિશોરીને લઈને જતો રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે પરિવાર જનોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

પોલીસના કહેવા પ્રમાણે પોલીસે આ મામલે અપહરણ, પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ લઈ આરોપીની તપાસ તેજ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આણંદ બાજુનો રહેવાસી છે અને વિસ્તારમાં મજૂરી કરવા માટે આવ્યો છે જેથી પોલીસે અલગ અલગ ટિમો બનાવીને આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-Dahod crime news: પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નિનામા ઝડપાયો, કરતો હતો દારૂની ગાડીનું પાયલોટિંગ

મહત્વનું છે કે આ પ્રકારની ઘટના ના બને તે માટે પોલીસ તમામ પ્રત્યન કરે છે પરંતુ આરોપીઓને કાયદાની કોઈ બીકના હોય એ રીતે ગુનાઓને અંજામ આપી દેવામાં આવતું હોય છે. અવિજ એક ઘટના શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ બની હતી અને જેમાં પણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર