અમદાવાદના ચર્ચના પાસ્ટર સામે ગંભીર આક્ષેપ, સગીરાને વીડિયો કોલ કરીને કપડા ઉતારવાનુ કહેતો અને કિસના ફોટા મોકલતો


Updated: September 1, 2020, 2:39 PM IST
અમદાવાદના ચર્ચના પાસ્ટર સામે ગંભીર આક્ષેપ, સગીરાને વીડિયો કોલ કરીને કપડા ઉતારવાનુ કહેતો અને કિસના ફોટા મોકલતો
સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરા અને પરિવારે પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરા અને પરિવારે પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના (Amedabad) અમરાઈવાડીમાં રહેતી એક સગીરાએ રબારી કોલોની ખાતે આવેલા એક ચર્ચના પાસ્ટર (church pastor) સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે, આ પાસ્ટે તેને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં વિડીયો કોલ (video call) પર વાત કરી કપડા ઉતરાવી ફોટો વિડીયો મેળવી લીધા હતા. જે વાયરલ કરતા સગીરાના કાકા પાસે પહોંચ્યા હતા. સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડીમાં રહેતી 16 વર્ષીય સગીરા ધો.11માં અભ્યાસ કરે છે. તે ગયા વર્ષે 25 ડિસેમ્બરે પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ત્યાંના પાસ્ટર ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને તેના માતા પિતાને પણ ચર્ચમાં લાવવાનું કહ્યું હતું.  થોડા દિવસો બાદ ગુલાબચંદના ભત્રીજાનો સગીરાના પિતા પર ફોન આવ્યો અને ચર્ચમાં બોલાવ્યા હતા. બાદમાં ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. થોડા દિવસ બાદ સગીરાના ઘરે ગુલાબચંદ તેના ભત્રીજાઓ સાથે આવીને ઢોલ નગારા સાથે ભજન પણ કરી ગયો હતો.

આ પણ વાંચો - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જાણો વરસાદનો ચિતાર, ક્યાં ભરાયા પાણી અને કેટલાનું થયું સ્થળાંતર

બાદમાં સગીરાના પિતાના ફોન પર આ ગુલાબચંદ ફોન કરતો હતો. ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો. આટલું જ નહીં જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહતો હતો.

આ પણ જુઓ - 
એકાદ વર્ષ બાદ આ બાબતની જાણ સગીરાના દૂરના કાકાને થઈ હતી. તેમણે સગીરાના પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને બાદમાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો -  અનોખો વિરોધ : વરસાદથી પડેલા ખાડા પુરવા ગાંધીનગરના યુવાનો રોડ પર ઉતર્યા
Published by: Kaushal Pancholi
First published: September 1, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading