અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ( molestation case) આચરનાર હવસખોર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં એક સગીર ટિફિન આપવા આવતો હતો. આ સગીર ત્યાં એક દિવસ ટિફિન (Tiffin) આપવા પહોંચ્યો ત્યારબાદ આરોપી (accused) તેને ઉપરના માળે લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાનું અને સગીરનું પેન્ટ કાઢી શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીરે બુમાબુમ કરતા તેનું મોઢું દબાવી ધમકી આપી હતી. સગીરના પરિવારને આ અંગેની જાણ થતા તેઓએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Naroda Police station) નોંધાવતા પોલીસે આરોપીની (police arrested) ધરપકડ કરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ સરદાર નગરમાં રહેતા 30 વર્ષીય યુવકને ચાર સંતાનો છે. તેઓ સમોસાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો એક મિત્ર છે જેની પત્ની બે માસથી બહાર ગઈ હોવાથી તેઓ ટિફિન બનાવી તેનું ફર્નિચરનું જ્યાં કામ ચાલે છે ત્યાં દીકરા પાસે ટિફિન પહોંચાડે છે.
ગઈકાલે પણ આ 30 વર્ષીય યુવકનો 13 વર્ષનો પુત્ર ટિફિન લઈ રિક્ષામાં ગયો હતો. જ્યા તેણે તેના પિતાના મિત્રને ટિફિન આપ્યું હતું. બાદમાં આ સગીર અને તેના પિતાના મિત્ર તથા રાકેશ નામના કારીગર જમવા બેઠા હતા.
જમીને સગીરના પિતાના મિત્ર સુઈ ગયા હતા. ત્યારે કારીગરે આ સગીરને ઉપરના માળે આવવા કહ્યું હતું. સગીર ત્યાં ઉપર ગયો અને કઈ સમજે તે પહેલા જ આરોપી કારીગરે પોતાનું પેન્ટ કાઢી આ સગીરના કપડા કાઢી નાખ્યા હતા.
બાદમાં આરોપીએ આ સગીર સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સગીરને દુખાવો થતા તેણે બુમાબૂમ કરતા આરોપીએ તેનું મોં દબાવી દીધું હતું. બાદમાં રડતા રડતા સગીર ઘરે પહોંચ્યો અને માતા પિતાને આ અંગેની જાણ કરી હતી.