અમદાવાદ: ફિલ્મ કબીર સિંગમાં (Kabirsingh) કબીર નામથી પાત્ર ભજવનાર હીરો શાહિદ કપૂર પ્રીતિ નામની હીરોઇનને બેહદ પ્રેમ કરે છે અને તેના માટે તે કાંઈપણ કરવા તૈયાર રહે છે. ફિલ્મમાં સામેના યુથ ગ્રુપની સાથે તે મારામારી પણ કરે છે અને પ્રીતિના ઘરે જઈને તેના પિતા સાથે પણ કબીરને અણબનાવ બને છે. જેમાં પિતા સાથે બેહૂદું વર્તન કરનાર કબીર સિંગને કડવો અનુભવ થાય છે. આવી જ ઘટના શહેરના બાપુનગરમાં (Ahmedabad News) બની છે.
છોકરો એક સગીરા સાથે સ્કૂલના સમયથી વાતો કરતો હતો. જે અંગે સગીરાના પિતાને જાણ થઈ હતી. જે બાબતે તેને વાત ન કરવા સમજાવવા જવાનું કહેતા આ છોકરો અને તેના મિત્રો સગીરાના પિતા પર હથિયારો સાથે તૂટી પડ્યા. જે બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બાપુનગરમાં રહેતા 40 વર્ષીય યુવક રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાન માં બે દીકરા અને 13 વર્ષની દીકરી છે. સગીર દિકરી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યાં ભણતો એક સગીર આ સગીરા સાથે વાતો કરતો હતો. જે વાત સગીરાના પિતાના ધ્યાને આવી હતી. જેથી ગઈકાલે તેઓ રીક્ષા લઈને આ સગીર જ્યાં રહેતો હતો ત્યાં વાત કરી સમજાવવા ગયા હતા. પણ ત્યાં આ સગીર અને તેની સાથેના લકોએ આ યુવક સાથે બોલાચાલી કરી ઝગડો કરી મારામારી શરૂ કરી દીધી હતી.
યુવકના ઘરે જાણ થતા સંબંધીઓ આવી ગયા હતા. જ્યાં સગીરના પક્ષના લોકોએ હથિયારો સાથે બોલાચાલી કરી આ યુવક અને તેની સાથેના લોકો સાથે બબાલ કરી મારામારી કરી હતી. ફિલ્મ કબીર સિંગ જેવી ઘટના બનતા પોલીસને આ મામલે જાણ કરાતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આ લોકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર