કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની સરાહના કરતાં કેન્દ્રિય મંત્રીઓએ આને ભ્રષ્ટાચાર અને બ્લેક મની પર અકસીર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે.
કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની સરાહના કરતાં કેન્દ્રિય મંત્રીઓએ આને ભ્રષ્ટાચાર અને બ્લેક મની પર અકસીર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે.
નવી દિલ્હી #કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની સરાહના કરતાં કેન્દ્રિય મંત્રીઓએ આને ભ્રષ્ટાચાર અને બ્લેક મની પર અકસીર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી છે.
સુચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડુએ ટ્વિટ કરી કહ્યું કે, ભ્રષ્ટાચાર અને બ્લેક મની મુદ્દે વડાપ્રધાનની આ સર્જિકલ સ્ટ્રાઇક છે. ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ભારતની આ લડાઇમાં સૌ સાથ આપે. રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ પીએમના આ નિર્ણયને આવકાર્યો છે.
માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આમ આદમી માટે આ સાચી આઝાદી છે.
સંસ્કતિ મંત્રી મહેશ શર્માએ ટ્વિટ કરી કહ્યું કે, ભ્રષ્ટાચાર, બ્લેક મની અને આતંકવાદ સામે લડવા માટે આ ઐતિહાસિક પગલું છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે તત્કાલ પ્રતિક્રિયા નથી આપી. પરંતુ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટ્વિટને રિટ્વિટ કરી જેમાં મમતાએ કેન્દ્રના આ નિર્ણયને કઠોર ગણાવ્યો છે.
ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસે આ નિર્ણયના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે આવું મોટું પગલું લેવું જરૂરી હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે આ પગલાને રાષ્ટ્રની પ્રગતિમાં માઇલ સ્ટોન ગણાવતાં કહ્યું કે, બ્લેક મની વિરૂધ્ધ આ લડાઇમાં ભારતની જનતા સાચા સૈનિકોની જેમ સહભાગી બનશે.
તો બીજી તરફ કેરલની માકપા એલડીએફ સરકારે કેન્દ્ર સરકારના આ આકસ્મિક નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે, આ પગલાંથી દેશનું કાળું ધન ખતમ નહીં થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર