વાવાઝોડા દરમિયાન જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે : સૌરભ પટેલ

News18 Gujarati
Updated: November 5, 2019, 7:20 PM IST
વાવાઝોડા દરમિયાન જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે : સૌરભ પટેલ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન જ્યાં ભારે વરસાદ પવન હશે ત્યાં વીજ પુરવઠો બંધ કરાશે, પુન: કાર્યરત કરવા માટે ટીમો તૈયાર

  • Share this:
હિતેન્દ્ર બારોટ , ગાંધીનગર : રાજ્યના (Gujarat)ના દરિયા કાંઠે (Costal line) આગામી 7 નવેમ્બરે સવારે દીવ-પોરબંદરની વચ્ચે (Diu-Porbandar) 'મહા' વાવાઝોડુ ટકરાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું ટકરાય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યના દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો (Electricity supply) બંધ (shutdown) કરાશે. રાજ્યના ઉર્જા મંત્રી (Minster of Energy) સૌરભ પટેલે (Saurabh Patel)એ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે અને તેને પુન: કાર્યરત કરવા ટીમો તૈયાર કરી દેવાઈ છે.

તેમણે કહ્યું કે ' અમારો પ્રાથમિકતા જીવનની સુરક્ષા છે. એવી સ્થિતિ સર્જાશે ત્યારે સબસ્ટેશન બંધ કરીશું. જો ભારે વરસાદ પડે અને પાણી ભરાય તો તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાશે. વાવાઝોડાની સંપૂર્ણ વિગત ઉર્જા વિભાગ દરેક વિગત લઈને દરેક સર્કલમાં આ વિગતો મોકલી આપાવમાં આવે છે. અમે દરેક સર્કલમાં કંટ્રોલ રૂમ ખોલી દીધો છે.અમે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. ટીમોએ ક્યાં જવું અને કેવી રીતે જવું તેની તૈયારી થઈ ગઈ છે. '

આ પણ વાંચો :  'મહા' મુસીબત : રાજકોટમાં હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું, કોસ્ટગાર્ડ સજ્જ

થાંભલા, કંડક્ટર તમામ સામગ્રી તૈયાર છે

સૌરભ પટેલે જણાવ્યું કે અમારી ટીમો વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા માટે જરૂરી સાધન સામગ્રી તૈયાર કરી દીધી છે. અમે થાંભલાઓ, કંડ્કટરો સાથે ઘણી સામગ્રી તૈયાર રાખી છે. અમે હવામાન વિભાગના ઇનપુટના આધારે તૈયારીઓ કરી છે. જ્યાં વરસાદ ખૂબ જ પડશે કે જીવનની સુરક્ષાનો વિષય છે ત્યાં સબસ્ટેશન બંધ કરીશું.'7મીએ ટકરાશે

વાવાઝોડું 'મહા' ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.

આ પણ વાંચો :   11 હજાર વોલ્ટના કરન્ટ બાદ કિશોરનું હ્રદય ખુલ્લું પડી ગયું હતું, 3 સર્જરી બાદ નવજીવન મળ્યું

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે 'વાવાઝોડું પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દીવથી 770 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. અમારા અનુમાન મુજબ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે ટકરાશે. '

 
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर