વાપીમાં થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણે આપ્યો હતો લૂંટને અંજામ


Updated: May 29, 2020, 7:32 PM IST
વાપીમાં થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણે આપ્યો હતો લૂંટને અંજામ
પકડાયેલા આરોપીની તસવીર

ATSએ છોટા રાજન ગેંગના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ થયેલી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

  • Share this:
અમદાવાદ: ગુજરાત ATSને વધુ એક સફળતા હાથ લાગી છે. ATSએ છોટા રાજન ગેંગના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ થયેલી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

ATSએ શરમત બેગ ઉર્ફે કાલુ હમામની મુંબઈના નાલા સોપરા અને સંતોષ નાયકની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળીને જાન્યુઆરી 2020માં વાપી સેલવાસ રોડ પર આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સ લિમિટેડની ઓફિસમાં ઘૂસીને ફરિયાદીને હથિયાર બતાવી મારી મોઢાને સેલોટેપ પટ્ટી બાંધીને સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને રૂપિયા 7 કરોડની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જેનો ભેદ ગુજરાત એટીએસે ઉકેલી કાઢયો છે.

પકડાયેલા આરોપીની તસવીર


આરોપી કોના ગુનાઇત ઇતિહાસ ની વાત કરીએ તો બંને આરોપીઓ છોટા રાજન ગેંગના સાગરિતો છે. આરોપી નંબર 1 સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો,
1). 1997માં આરોપી એ છોટા રાજનના કહેવાથી કયુમ કુરેશી નામના વ્યક્તિની મુંબઈ પાસે હત્યા કરી હતી.
2). વર્ષ 1999માં આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને છોટા રાજનના કહેવાથી ઈકબાલ ફન્ટુરાં ની હત્યા કરી હતી.3). વર્ષ 1998માં એક બિલ્ડરને હથિયાર બતાવીને ખંડણી માંગી હતી.

આ ઉપરાંત પણ આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાએ અન્ય કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો છે.
આરોપી નંબર 2 શરમત બેગ ઉર્ફે કાલુ હમામ ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ.

આ પણ વાંચોઃ- બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરનું નિધન, આનંદ સહિત અનેક સુપરહિટ ફિલ્મોના લખ્યા હતા ગીતો

1). આરોપી 1989માં ગુનાખોરીની દુનિયામાં પોતાનો પગપેસારો કર્યો હતો.
2). 1999માં આરોપીએ ડી ગેંગના કહેવાથી ખેતીવાડીના ધારાસભ્ય પ્રેમકુમાર શર્માની મુંબઈ ખાતે હત્યા કરેલ હતી.
3). 1994માં બીપી રોડ ખાતે આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને રૂપિયા બે લાખ 65 હજારની લૂંટ કરેલી
4). 1994માં પણ આરોપીએ ડ્રીમલેન્ડ થિયેટર પાસે એક વ્યક્તિને લૂંટી લીધો હતો
5). વર્ષ 2011માં સુરતના કામરેજ માં પણ આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને એક વૃદ્ધ પાસેથી હીરાનું પડીકું છીનવી લઇને ગુનો આચર્યો હતો.
જોકે આ સિવાય પણ આરોપીએ મહારાષ્ટ્ર ખાતે અનેક લૂંટને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-તાનાશાહ દેશ ઉત્તર કોરિયામાં ક્રૂર ઘટના! લોકડાઉનમાં ભાગ્યા પતિ-પત્ની, પૂછપરછ વગર મોતની સજા

એટીએસની ટીમ વાપી માં થયેલી લૂંટ અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી અને તેને આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એટીએસની ટીમે સંતોષ નાયક પાસેથી લૂંટમાં રૂપિયા 70 લાખ રોકડા કબજે કર્યા છે. જેમાંથી કેટલાક રૂપિયા તેણે પોતાના મકાનમાં ફોટો ની પાછળ એક અલગથી ખાવાનું બનાવીને સંતાડ્યા હતા. આરોપીઓ છોટા રાજન ગેન્ગના સક્રિય સભ્ય હોવાનું પણ એટીએસની પૂછપરછમાં જણાવ્યું છે.
First published: May 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading