ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

News18 Gujarati
Updated: December 6, 2018, 9:03 PM IST
ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

  • Share this:
કહેવાય છે કે ગુજરાતમાં દારુબંધી છે, જે માત્ર સરકારી કાગળો પર જ હોવાનું કહેવામાં આવે છે. તમને પણ ખબર જ હશે રાજ્યમાં કેટલી દારૂની રેલમછેલ છે. મોરબીના માળિયામાં અધધ પોણા બે કરોડના દારૂનો પોલીસ નાશ કરાયો હતો. ત્યારે સવાલ એ થાય કે ખાલી ખોબા જેવડા મોરબી જિલ્લામાં આવી સ્થિતિ છે. તો આખા ગુજરાતમાં કેવી સ્થિતિ હશે ?

અહીં ક્લિક કરી વાંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

વાત એવી છે કે મોરબીનાા માળિયા તાલુકા પોલીસે પોણા બે કરોડના દારૂનો નાશ કર્યો હતો. માળિયા મિયાણાના જૂના રેલવે પોલીસ સ્ટેશન નજીક એક ખૂલ્લા મેદાનમાં 33432 બીયરના ટીન અને 48338 વિદેશી દારૂની બોટલો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું. જો કે આ દારુ વિવિધ ગુનામાં જપ્ત કરવામાં આવ્યો હતો જેની કિંમત અંદાજે 1,72,02100 જેટલી થાય છે.

માળિયામાં પોણા બે કરોડની કિંમતના દારુનો નાથ કરાયો


તો બુધવારે જ મહેસાણા જિલ્લાના સાત પોલીસ મથકમાંથી કરોડો રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો. મહેસાણા પોલીસે અંદાજે 2.31 લાખ દારૂની બોટલ પર બૂલડોઝર ફેરવી દીધું હતું.

ભલે અલગ અલગ ગુનામાં આ દારૂ પોલીસે ઝડપ્યો હશે પરંતુ હવે સવાલ એ થાય છે કે દારુબંધી વાળા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ આવે છે ક્યાંથી ? સારી વાત છે પોલીસ કાર્યવાહીમાં દારૂનો જથ્થો ઝડપાય જાય છે, પરંતુ આતો  નાના એવા તાલુકા અને જિલ્લામાંથી પકડાયેલા દારૂના જથ્થાનો આંકડો છે,  અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં સ્થિતિ કેવી હશે એ વિચારવા જેવું છે.
First published: December 6, 2018
વધુ વાંચો
अगली ख़बर