લો બોલો! અમદાવાદઃ ફાયર સ્ટેશનોમાં થતા એનાઉન્સમેન્ટથી કરોડોના ફ્લેટ-બંગલાના માલિકોને થાય છે ડિસ્ટર્બ

લો બોલો! અમદાવાદઃ ફાયર સ્ટેશનોમાં થતા એનાઉન્સમેન્ટથી કરોડોના ફ્લેટ-બંગલાના માલિકોને થાય છે ડિસ્ટર્બ
ફાયર સ્ટેશનની તસવીર

જ્યારે પણ આગ અકસ્માતની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જ બનેલા  ક્વાર્ટસ માં રહેતા ફાયરના જવાનોને તાત્કાલિક એકત્રિત કરવા તેમજ જો ક્યાંય મોટી આગ હોય કે કોઈ ઘટના હોય તેવામાં ફાયર સ્ટેશનોમાં લાઉડસ્પીકર પર સૂચનો આપવામાં આવતા હોય છે.

  • Share this:
અમદાવાદ: આગ અને અકસ્માતના બનાવો સમયે ફાયર સ્ટાફ અને અધિકારીઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકી પોતાની ફરજ અદા કરતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ફાયર બ્રિગેડમાં કેટલીક વિચિત્ર ફરિયાદો આવી રહી છે. અને આ વિચિત્ર કહેવાતી ફરિયાદઓ સામે અરજદારોને જવાબ આપતા આપતા ફાયરના અધિકારીઓના નાકે દમ આવી ગયો છે.

એટલું જ નહીં ફાયર સ્ટેશનોમાં ફાયરજવાનોને એલર્ટ કરવા એનાઉન્સમેન્ટ થતું રહેતું હોય છે. પરંતુ એનાથી પણ જાણે સ્ટેશનો આસપાસ કરોડોના ફ્લેટ-બંગલા લઈને બેઠેલા રહીશો ડિસ્ટર્બ થતા હોવાની ફરિયાદો લઈને આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોરપીરેશનની હદમાં 18 જેટલા ફાયર સ્ટેશનો આવેલા છે.જ્યારે પણ આગ અકસ્માતની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જ બનેલા  ક્વાર્ટસ માં રહેતા ફાયરના જવાનોને તાત્કાલિક એકત્રિત કરવા તેમજ જો ક્યાંય મોટી આગ હોય કે કોઈ ઘટના હોય તેવામાં ફાયર સ્ટેશનોમાં લાઉડસ્પીકર પર સૂચનો આપવામાં આવતા હોય છે. જેથી ઝડપથી જે તે જવાનો એલર્ટ રહે અને ઘટના સ્થળે ઝડપથી પહોંચી શકે.

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

પરંતુ ફાયરના જવાનોની આ એલર્ટનેસ સ્ટેશનો આસપાસ ફ્લેટ અને બંગ્લાઓમાં રહેતા લોકોને ડીસ્ટબરન્સ લાગી રહ્યું છે. જેને લઈ લગભગ તમામ સ્ટેશનોમાં સ્થાનિક લોકો તરફથી આ એનાઉન્સમેન્ટ બંધ કરવાની ફરિયાદો મળી રહી છે. આવી ફરિયાદો લઈને આવતા લોકો પરેશાન કરી મુકતા હોવાનું ફાયરના અધિકારી સૂત્રો જણાવી રહયા છે.

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

એટલું જ નહી બોડકદેવ વિસ્તારમાં આવેલા ગેલેક્સી ફ્લેટના અરજદારએ પોતાના ફ્લેટની બહારથી કોઈ રહીશ દ્વારા મુકવામાં આવેલા ફાયર સિસ્ટમ ને નડતર રૂપ હોવાનું જણાવી કૂંડા હટાવવાની અરજી લઈ ફાયર સ્ટેશન પહોંચી ગયો હતો. એવી જ રીતે થલતેજ વિસ્તારમાં એક બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં દિવાલ પાસે ઇલેક્ટ્રિક પાવર માટેનું ટ્રાન્સફોર્મર લગાવવાનો વાંધો ઉઠાવ્યો હતો તેની ફરિયાદ ફાયર વિભાગને કરાઈ હતી.એટલે જે ઘટનાઓમાં  ફાયર વિભાગને સીધી રીતે કોઈ લેવાદેવા ન હોય તેવા કિસ્સાઓમાં પણ ફાયર અધિકારી ઓને ફરિયાદ કરી લોકો પરેશાન કરી મૂકે છે. મહત્વનું છે કે ફાયર વિભાગમાં આવી વિચિત્ર ફરિયાદો ઉપરાંત ફાયર સર્વિસના 101 નંબર પર પણ ફેક કોલ દ્વારા ફાયરનાસ્ટાફને પરેશાન કરતો હોય તેવી પણ તકલીફનો સામનો ફાયરના કર્મચારીઓ અનેકવાર કરી ચુક્યા છે.
Published by:ankit patel
First published:March 03, 2021, 23:44 pm

ટૉપ ન્યૂઝ