Home /News /madhya-gujarat /

જાકિર મુસા બન્યો હિઝબુલનો નવો કમાન્ડર, ભારતને આપી ધમકી

જાકિર મુસા બન્યો હિઝબુલનો નવો કમાન્ડર, ભારતને આપી ધમકી

#આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીને જમ્મુ કાશ્મીરમાં જાકિર મૂસાને નવો કમાન્ડર બનાવ્યો છે. જાકિર મૂસાને બુરહાન વાનીની જગ્યાએ નવો કમાન્ડર બનાવ્યો છે. આ સાથે જ જાકિર મૂસાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં મૂસાએ ભારત વિરૂધ્ધ ભડકાઉ વાતો કરી છે અને ધમકી આપી છે. આ વીડિયોમાં મૂસા આતંકીઓને કહી રહ્યો છે કે, જે હુમલાઓ થઇ રહ્યા છે એ ચાલુ રાખો, કારણ કે અલ્લાહ ધીરજ રાખનારાઓની સાથે જ છે. આઝાદીનો સૂરજ આપણે જરૂરથી જોઇશું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીને જમ્મુ કાશ્મીરમાં જાકિર મૂસાને નવો કમાન્ડર બનાવ્યો છે. જાકિર મૂસાને બુરહાન વાનીની જગ્યાએ નવો કમાન્ડર બનાવ્યો છે. આ સાથે જ જાકિર મૂસાનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં મૂસાએ ભારત વિરૂધ્ધ ભડકાઉ વાતો કરી છે અને ધમકી આપી છે. આ વીડિયોમાં મૂસા આતંકીઓને કહી રહ્યો છે કે, જે હુમલાઓ થઇ રહ્યા છે એ ચાલુ રાખો, કારણ કે અલ્લાહ ધીરજ રાખનારાઓની સાથે જ છે. આઝાદીનો સૂરજ આપણે જરૂરથી જોઇશું.

ભારતને ધમકી આપતાં મૂસાએ કહ્યું કે, આ વખતે સેના, પોલીસ કે અન્ય ભારતીય એજન્સીઓને મારે કંઇ કહેવાની જરૂર નથી કારણ કે એમને જાતે જ ખબર છે કે એમનો સામનો હવે કોની સાથે છે. અમે ધમકીઓ આપનારાઓ પૈકીના નથી, હું એકશનમાં માનું છું.

મૂસાએ આગળ કહ્યું કે, ઘણાએ જેહાદનો રસ્તો અપનાવ્યો છે. તે હથિયાર છીનવી લાવ્યા છે. તે અમારી સાથે છે. ઇંશાનઅલ્લાહ, જે પણ અમારી સાથે જોડાવા ઇચ્છે છે અમે તહેદિલથી એમને આવકારીએ છીએ.

તો બીજી તરફ રક્ષા વિશેષજ્ઞ જી ડી બખ્શીએ મૂસાના વીડિયો અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ વીડિયો બનાવી મૂસાએ પોતાના ડેથ વોરંટ પર સહી કરી છે.
First published:

Tags: જાકિર મૂસા, બુરહાન વાની, હિજબુલ મુજાહિદ્દીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन