અમદાવાદીઓને મોટી રાહત, માઈક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારો જાહેર, તમામ બ્રિજ ખોલાયા, જાણો તમામ માહિતી

અમદાવાદીઓને મોટી રાહત, માઈક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારો જાહેર, તમામ બ્રિજ ખોલાયા, જાણો તમામ માહિતી
ફાઈલ તસવીર

અનલોક-1માં શહેરના 11 કન્ટેઇમેન્ટ ઝોનમાં મુક્તી, 46 વિસ્તારના 14160 ઘર સાથે 69624 વસ્તુ માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમા સમાવેશ. અનેક છૂટછાટ અપાઇ.

  • Share this:
અમદાવાદઃ ભારત સરકાર દ્વારા અનલોક-1ની (Unlock-1) જાહેરાત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું અવલોકનકરી, અમદાવાદ શહેર (Ahmedabad city)માટે અનેક નવી છૂટછાટ સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો જોડતા બ્રિજ ઓપન કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાત કન્ટેઇમેન્ટ વોર્ડમાંથી જે તે વિસ્તારના ઘરોને કન્ટેઇમેન્ટ જાહેર કરવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર (mukesh kumar) સહિત ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં મળેલી સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતેનીબેઠકમાં અનલોક-1 પર અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનાં આવ્યા છે. ચાર લોક ડાઉનની સમિક્ષા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાંરાખી ક્યા પ્રકારના નિર્ણય કરવા તે અંગે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી.શહેરમાં 11 કન્ટેઇમેન્ટ વોર્ડના સ્થાને નવા 45 વિસ્તાર જાહેર કરાયા
બેઠકમાં માઇક્રો કન્ટેઇમેન્ટની જાહેરાત પર નિર્ણય કરાયો હતો. જેથી હવે સંપૂર્ણ વોર્ડના બદલે માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારી જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં 11 કન્ટેઇમેન્ટ વોર્ડના સ્થાને નવા 45 વિસ્તાર જાહેર કરાયા છે. સાત ઝોનમાં 14160 મકાન, 69624 વસ્તીઓ સમાવેશ થયો છે. ઝોન વાઇઝ ઘરની વાત કરીએ તોમધ્યઝોનમાં-5254, ઉત્તર પશ્ચિમ -168, દક્ષિણ ઝોન -999, ઉત્તર ઝોન - 2361, પૂર્વ ઝોન - 786, પશ્ચિમ ઝોન -3638, દક્ષિણ પશ્ચિમ ઝોન - 954નો સમાવેશ થયા છે.

પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડતા તમામ બ્રિજ ખોલાયા
અગાઉ શહેરની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા બ્રિજને પણ હવે રાહદારીઓ તેમજ વાહન અવર-જવર માટે ખોલી નાખવા સૂચનાઓ અપાઇ છે . પરંતુ કન્ટેઇમેન્ટ વિસ્તાર સાથે સંકળાયેલ વ્યક્તિ કોઇ ધંધા વેપાર કરી શકે નહી. સરકારી અને બિનસરકીરી ઓફિસનિયમઅંતર્ગત ચાલુ કરી શકાશે. કન્ટેઇમેન્ટ વિસ્તાર રહેતા વ્યક્તિ અન્ય વિસ્તારના જીવન જરૂરિયાત વસ્તુઓ સિવાય અવર જ્વરપણ નહી કરી શકે. હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટ, મોલસ આવેલ દુકાનો 8 જૂન બાદ ખોલી શકાશે.

વેપાર-ધંધા સવારે 8થી સાંજના સાત સુધી ચાલુ રાખી શકાશે
મ્યુનિસિપલ વિસ્તારના રહેલા વેપાર-ધંધા સવારે 8થી સાંજના સાત સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાન બાદ રાજ્ય સરકાર અને હવેઅમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેર માટે ગાઇડલાન બહાર પડાઇ છે . તબક્કાવાર અનલોક-1 મા છૂટછાટ અપાઇ છે . આગામી સમયમાંસમાયતરે વધુ છુટછાટ અપાશે આ ગાઇડલાન પાલન 30 જૂન 2020” સુધી લાગુ રહેશે.

માસ્ક ન પહેરનારને રૂ.200નો દંડ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝ ફરજિયાત
અમદાવાદ શહેરની શાન ગણાતી લાલ બસ એએમટીએસ અને દેશની સૌથી અગ્રેસર ટ્રાન્સપોર્ટ સેવા બીઆરટીએસની બસ હવેઅમદાવાદ શહેરના રસ્તાઓ દોડતી જોવા મળશે . ૧ જૂન થી શહેરમાં કન્ટેઇમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારના બીઆરટીએસ અનેએએમટીએસ સેવા ચાલુ થઇ થશે. પરંતુ ટ્રાનસ્પોર્ટ સેવામાં કડક નિયમનું પાલન કરવાનું રહેશે. પ્રવાસીઓએ માસ્ક ફરજીયાત પહેરવાનુંરહેશે . અને જે વ્યક્તિ માસ્ક નહી પહેરે તેની પાસેથી રૂ.૨૦૦નો દંડ વસુલ કરાશે . આ ઉપરાત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અનેસેનિટીઇઝર ફરજીયાત રહેશે.

સવારે સાતથી લઇ સાંજના સાત સુધી એએમટીએસ અને બીઆરટીએસ સેવા ચાલુ રહેશે
સવારે સાતથી લઇ સાંજના સાત સુધી એએમટીએસ અને બીઆરટીએસ સેવા ચાલુ રહેશે. બંનેટ્રાન્સપોર્ટમાં નિયમન કડકાઇથી પાલન કરવાનું રહેશે . બસમાં 50 ટકા કેપીસીટમા મુસાફરી કરવાની રહેશે. તેમજ બસમાં પણ સીટ પરઅહીં બેસવું નહી તેવી સ્ટિકર મરાશે. તેમજ સ્ટેશન પર ઉભા રહેશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તે માટે પણ સ્ટિકર લગાવાશે. બીઆરટીએસમાં મુસાફરી કરતા પ્રવાસીઓએ જન મિત્રના માધ્યમથી ટિકીટ લેવાની રહેશે. કેસ કાઉન્ટર પર ચિંતા મળશે. પરંતુ ડિઝિટલનો વધારે ઉપયોગ કરવા તંત્ર અપીલ કરી છે.

બીઆરટીએસ રૂટ પર નજર કરીએ

-ઝુંડાલથી એલ ડી કોલેજ
-ગોતા ક્રોસ રોડ થી એલ ડી કોલેજ
-ભાડજ સર્કલથી જૂના વાડજ
-ઘુમા ગામ થી નહેરું નગર
-ઇસ્કોન રોડ થી આંબલી
-આરટીઓથી ઇસ્કોન રોડ
-નરોડા ગામથી નારોલ
-ઓઢવ રીંગ રોડથી અજીત મિલ

એએમટીએસમાં ક્યા રૂટ ચાલશે
-પૂર્વ વિસ્તારના હાટકેશ્વર 5 રૂટ 18 બસ, નરોડ -3 રૂટ 20 બસ , સાંરગપુર /કાલુપુર 17 રૂટ 86 બસ
પશ્ચિમ વિસ્તારમાં વાસણા / પાલડી 14 રૂટ 72 બસ, આશ્રમ રોડ 13 રૂટ 104 બસ, વાડજ 9 રૂટ 32 બસ દોડશે

કુલ 61 રૂટ 335 બસ પ્રવાસીઓ માટે
કુલ 61 રૂટ 335 બસ પ્રવાસીઓ માટે અન્ય 50 બસ એએમસી વિભાની જૂદી જૂદી કામગીરી માટે ફાળવણી કરાઇ. દરેક ટર્મિનલ અનેડેપો પર ફ્લાઇંગ સ્કોડ હાજર રહેશે અને માસ્ક ન પહેરનાર અને જાહેરમા થુંકનાર સામે દંડાન્મક કાર્યવાહી કરશે . આ સાથે કન્ટેઇમેન્ટવિસ્તાર રૂટ અને બસો દોડવાનાં આવશે નહી . બસની સ્ટિકરના આધારે પ્રવાસીઓ બેસવાનું રહેશે .
Published by:News18 Gujarati
First published:May 31, 2020, 22:57 pm