Home /News /madhya-gujarat /

અમદાવાદ પછી સુરતમાં પણ મેટ્રો રેલ શરૂ કરાશે: વિજય રૂપાણી

અમદાવાદ પછી સુરતમાં પણ મેટ્રો રેલ શરૂ કરાશે: વિજય રૂપાણી

અમદાવાદ પછી સુરતમાં પણ મેટ્રો રેલ શરૂ કરાશે: વિજય રૂપાણી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર જાન્યુઆરી ૨૦૧૯માં ટ્રાયલ રન શરૂ કરાશે

    ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અંડરગ્રાઉન્ડ સાઇટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર જાન્યુઆરી ૨૦૧૯માં ટ્રાયલ રન શરૂ કરાશે. આ દિશામાં ઝડપભેર કામગીરી મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાઈ રહી છે અને અમદાવાદની જેમ સુરતમાં પણ આગામી સમયમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરાશે.

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કામગીરી અમદાવાદ શહેરના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જુના મકાનો ઇમારતો તેમજ નાગરિકોની મિલ્કતને નુકસાન ન થાય અને નાગરિક જનજીવનને ઓછા માં ઓછી તકલીફ પડે કોઇ દુવિધા ન પડે તે રીતે કામગીરી હાથ ધરવા મેટ્રો પ્રોજેક્ટના સત્તાવાહકોને સૂચના આપી છે.

    મુખ્ય મંત્રીએ પ્રથમ ફેઈઝ ૪૦ કિ.મીનો છે તેમાં ૩૩.૫ કિ.મી એલિવેટેડ એટલે કે ઓવર બ્રિજ અને ૬.૫૦ કિ.મી અન્ડરગ્રાઉન્ડ છે તેની ભૂમિકા આપી ઉમેર્યું હતું કે, આ રૂટ પર ૩૨ સ્ટેશનો આવશે. અમદાવાદ મહાનગરની ટ્રાફિક સમસ્યાના વિકલ્પ રૂપે માસ ટ્રાન્સપોર્ટેશન તરીકે આ મેટ્રોને તેમણે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

    તેમણે ૨૦૧૯ ડિસેમ્બર સુધીમાં મેટ્રોના કામને ફુલ સ્પીડમાં આગળ ધપાવવાની મેટ્રો પ્રોજેક્ટની તૈયારીઓ વિષે પણ જાણકારી મેળવી હતી. ૧૦૭૦૦ કરોડના આ પ્રોજેક્ટ માં ૬ હજાર કરોડ ની જાયકાની લૉન છે. ૧૦ જેટલા રક્ષિત સ્મારકો આ રૂટ માં આવે છે તેની પણ જાળવણી સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્રની મંજૂરીઓ મળી ગઈ છે. ભવિષ્યમાં કાલુપુર રેલ્વે સ્ટેશન મલ્ટિપર્પઝ ઉપયોગમાં આવશે અને થ્રી લેયર ટ્રાન્સપોર્ટ અહીં ઉપલબ્ધ બનશે. જેમાં મેટ્રો ટ્રેન, રેલવેની જનરલ ટ્રેન અને બુલેટ ટ્રેન ત્રણેય માટે આ સ્ટેશનનો ઉપયોગ નાગરિકો મુસાફરો કરી શકશે.”

    વિજય રૂપાણીએ રેલ્વે સ્ટેશન બિલ્ડીંગની સામે (અગાઉની આર.સી.ટેકનીકલ સ્કુલનું પ્રાંગણ) ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના લોન્ચીંગ શાફ્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું


    વિજય રૂપાણીએ રેલ્વે સ્ટેશન બિલ્ડીંગની સામે (અગાઉની આર.સી.ટેકનીકલ સ્કુલનું પ્રાંગણ) ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના લોન્ચીંગ શાફ્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે હાલમાં કાર્યરત ચાર ટનલ બોરિંગ મશીનની કામગીરી ચકાસી હતી અને તે અંગેની ટેકનીકલ બાબતો અંગે ચર્ચા કરી હતી અંડરગ્રાઉન્ડ કામગીરીની સાથે સાથે એલિવેટેડ કોરિરડોર સહિત સમગ્ર પ્રોજેક્ટમાં થઇ રહેલી પ્રગતિની પણ સમીક્ષા પણ કરી હતી.

    મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ થી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચ પર વાયાડક્ટની કામગરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટ્રેક તથા ટ્રેક્શન અંગેની કામગીરી હાલ પ્રગતિમાં છે. પ્રાયોરિટી રીચના છ સ્ટેશનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. એપરલ પાર્ક ડેપો ખાતે કામગીરી પૂર્ણ થવા પર છે અને ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં ઓપરેશન માટે તૈયાર કરી દેવામાં આવશે તેવું આયોજન છે.”
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Metro Rail, Vijay Rupani, અમદાવાદ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन