અનોખો પ્રયોગ : ક્રિકેટ સ્પર્ધામાં માનસિક બિમાર દર્દીઓએ લગાવ્યા ચોગ્ગા-છગ્ગા


Updated: February 12, 2020, 4:25 PM IST
અનોખો પ્રયોગ : ક્રિકેટ સ્પર્ધામાં માનસિક બિમાર દર્દીઓએ લગાવ્યા ચોગ્ગા-છગ્ગા
ચાર વર્ષથી મનોદિવ્યાંગ દર્દીઓનો રમતોત્સવ યોજાય છે.

માનસિક બીમાર દર્દીઓને રમતના માધ્યમથી તેમનું મનોબળ મજબૂત કરવાનો અમદાવાદની માનસિક આરોગ્યની હોસ્પિટલનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

 • Share this:
અમદાવાદ : આજકાલ ક્રિકેટ રમવાનો ક્રેઝ યુવામાં વધી રહ્યો છે. સ્ટેડિયમ કે નાના-મોટા રમતના મેદાન પર યુવાઓને તમે ક્રિકેટ રમતા જોયા હશે. પરંતુ અહીં અમે વાત કરી રહ્યાં છીએ એવા દર્દીઓની કે જેઓ માનસિક રીતે બીમાર છે. એવા દર્દીઓનો રમત મહોત્સવ અમદાવાદમાં યોજાયો હતો. દર્દીઓનું મનોબળ મજબૂત થાય તે માટે અમદાવાદની શાહીબાગમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં રમતોત્સવનો અનોખો પ્રયોગ હાથ ધરાય છે. જેમાં આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં દર્દીઓએ ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.

શાહીબાગમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલ દ્વારા ચાર વર્ષથી રાજ્યકક્ષાના રમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ યોજાયેલા રમત મહોત્સવમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, જામનગર અને ભૂજના કુલ 120થી વધુ દર્દીઓએ ભાગ લીધો છે. આ દર્દીઓને દિવસ દરમિયાન ક્રિકેટ, વોલીબોલ, કેરમ, ચેસ, લીંબુ ચમચી, કબડ્ડી સહિત ઈન્ડોર અને આઉટડોર જેવી અલગ અલગ નવથી 10 રમતો રમાડવામાં આવે છે.આ અંગે માનસિક આરોગ્યની હોસ્પિટલના અધિક્ષક ડો. અજય ચૌહાણ જણાવે છે કે ચાર વર્ષથી મનોદિવ્યાંગ દર્દીઓનો રમતોત્સવ યોજાય છે. આવા રમતોત્સવથી માનસિક દિવ્યાંગ દર્દીઓ સમાજમાં પુનઃ ભળી શકે અને તેઓનું પુનઃ સ્થાપન થઈ શકે તેવા આશયથી આ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની રમતોના આયોજનથી દર્દીનું મનોબળ મજબૂત થાય છે. સાથે દર્દીને પોતાને એક આશા જાગે છે કે હું પણ એક સમાજનો એક ભાગ છું, મારામાં પણ એક કૌશલ્ય છે. જેનાથી દર્દીનો આત્મવિશ્વાસ વધે છે અને તેને માનસિક બીમારીમાંથી બહાર આવવામાં ખૂબ મદદ થાય છે.

માનસિક આરોગ્ય હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. અર્પણ નાયક જણાવે છે કે અમે દર્દીઓની સારવાર માત્ર મેડિકલ પૂરતી સિમિત નથી રાખતા. સામાજિક, આર્થિક, ધાર્મિક અને મનોરંજનની પ્રવૃતિથી દર્દીઓનું પુનઃ સ્થાપન થઈ શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે. દિવસ દરમિયાન યોજાતી અલગ અલગ રમતોમાં આ દર્દીઓ વચ્ચે ક્રિકેટની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં એક રાઉન્ડ અમદાવાદ અને ભૂજ વચ્ચે રમાયો હતો. બીજી એક મેચ વડોદરા અને જામનગર વચ્ચે રમાઈ હતી.

જે બાદ અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં વડોદરાના દર્દીઓએ ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવીને અમદાવાદની ટીમને હરાવી હતી. મહત્વનું છે કે આજકાલ દર્દીઓની સારવાર માટે અલગ અલગ પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ માનસિક બીમાર દર્દીઓને રમતના માધ્યમથી તેમનું મનોબળ મજબૂત કરવાનો અમદાવાદની માનસિક આરોગ્યની હોસ્પિટલનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,178

   
 • Total Confirmed

  1,680,527

  +76,875
 • Cured/Discharged

  373,587

   
 • Total DEATHS

  101,762

  +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres