અમદાવાદ : જજની પત્નીનો ગંભીર આક્ષેપ, 'પોર્ન મુવી મુજબ વિવિધ ...., ના પાડુ તો ખુબ ગુસ્સે થતો'!

અમદાવાદ : જજની પત્નીનો ગંભીર આક્ષેપ,  'પોર્ન મુવી મુજબ વિવિધ ...., ના પાડુ તો ખુબ ગુસ્સે થતો'!
પ્રતિકાત્મક તસવીર

આ યુવતીને તેના પતિએ માર મારતાં ગર્દનમાં ઈજાઓ થઇ હોવાથી તેની ગર્દન મૂવમેન્ટ ન કરી શકતાં તેનો પતિ ... કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો

  • Share this:
અમદાવાદ :  શહેરના મહિલા પોલીસ (Woman Police) સ્ટેશનમાં એક 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ (Mental physical torture)ની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો પતિ જજ છે. આ યુવતીએ તેના પતિ ઉપર આક્ષેપ કર્યા છે કે, 'તેનો પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે યુવતી માસિકમાં હોવા છતાં તેની સાથે શારીરિક સુખ માણ્યું હતું. આટલું જ નહીં આ યુવતીને તેના પતિએ માર મારતાં ગર્દનમાં ઈજાઓ થઇ હોવાથી તેની ગર્દન મૂવમેન્ટ ન કરી શકતાં તેનો પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા કહેતો ત્યારે આ યુવતી તેના પતિને કહેતી કે તે માસિક ધર્મમાં છે અને સંબંધ માટે ના પાડતી હતી. ત્યારે તેનો પતિ કહેતો કે પહેલા જે રીતે પેપર મુકીને સંબંધ બનાવતા હતા તેમ બનાવીએ, પરંતુ યુવતીએ ના પાડતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો અને તારામાં હવે કોઇ રસ-કશ રહ્યો નથી તેમ કહી ઘરની બહાર કાઢી મુકી હતી. જેથી ઘણાં વર્ષોથી ત્રાંસ ગુજારનાર પતિ સામે યુવતીએ તમામ આક્ષેપોની સાથે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના મણિનગર પૂર્વમાં રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં એક યુવક સાથે થયા હતાં. લગ્ન બાદ આ યુવતી બોપલ ખાતે તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્નના ત્રીજા દિવસે આ યુવતી તેના પતિ સાથે શિમલા તથા કુલુ-મનાલી, જયપુર, અમૃતસર ખાતે હનીમૂન ટૂરમાં ગઇ હતી. આ દરમિયાન આ યુવતી માસિક ધર્મમાં હોવા છતાં તેના પતિએ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો રાખી યુવતીની મરજી વિના બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આટલું જ નહીં તેનો પતિ ગુપ્ત ભાગોને ખરાબ શબ્દો બોલી સરખામણી કરતો હતો. 12 થી 13 દિવસના આ પ્રવાસ દરમિયાન તેના પતિએ અનેક વખત શારીરિક સંબંધો બાંધતા યુવતીને ગુપ્ત ભાગમાં ઇન્ફેક્શન 6 મહિના સુધી રહ્યું હતું. સારવાર માટે જ્યારે ડોક્ટર પાસે આ યુવતી તેના પતિ સાથે ગઇ હતી ત્યારે ડોક્ટરે થોડો સમય શરીર સંબંધ ન બાંધવા જણાવ્યું હતું. છતાંય તેનો પતિ તેની સાથે શરીર સુખની માંગણી કરતો અને યુવતી મનાઇ કરે તો આખી રાત તેની સાથે ઝઘડો કરતો, હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.પત્નીના આક્ષેપ અનુસરા, 'વર્ષ 2010માં આ યુવતી ગર્ભવતી થઇ હતી ત્યારે ડોક્ટરે આ યુવતીના પેટમાં બે બાળકો હોવાનું જણાવી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ જ સાચવવાની સલાહ આપી આરામ કરવા ડોક્ટરે જણાવ્યું હતું. છતાંય તેના પતિએ શરીર સંબંધ બાંધવા મનમાની કરી હતી અને આ દરમિયાન તેના પતિએ મોબાઇલ ફોન મારતા તેને સાથળના ભાગે વાગ્યુ હતું અને પેટ પર વાગતાં સહેજ રહી ગયું હતું. આટલું જ નહીં તેનો પતિ એટલો ગુસ્સાવાળો હતો કે, તેની મનમાની ન થાય તો દિવાલમાં મુક્કા અને ફેંટો મારતો અને ખુરશી-ટેબલ ઉપર હાથ-પગ પછાડતો હતો. આ દરમિયાન યુવતીના પતિએ જજની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તે દરમિયાન સાતમાં મહિને યુવતીને તેના માતા-પિતા પહેલી ડિલિવરી કરાવવા તેડી ગયા હતાં અને તેના સાસુ-સસરાએ બોપલમાં દવા ચાલતી હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવાનું કહેતા યુવતીની ડિલિવરી ત્યાં થઇ હતી. જેમાં એક દિકરી અને એક દીકરાને તેણે જન્મ આપ્યો હતો. આ દરમિયાન તેનો પતિ જજની પરીક્ષામાં પાસ થઇ જતાં તેને જ્યાં જજ તરીકેનો નિમણુક પત્ર મળ્યો હતો. આ દરમિયાન મહિલા તેના પિયર હતી અને તેનો પતિ ત્યાં આવે ત્યારે શારીરિક સુખની માંગણી કરતો હતો પરંતુ ઓપરેશનના કારણે મહિલા ના પાડતાં ઝઘડો કરીને પતિ જતો રહેતો હતો. જ્યારે અઢી માસ પછી યુવતીને સાસરીમાં જવાની વાત થતાં તેની સાસુએ ફોનમાં કહ્યું કે, બે બાળકો સાચવી શકતી હોય તો જ અહીંયા આવજે કેમ કે, અમે બધા નોકરીએ જતા રહીશું આ બાબતે પણ તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો'.

પતનીએ વધુ આક્ષેપ કર્યો છે કે, 'થોડા દિવસ પછી જ્યારે આ યુવતી તેના પતિ પાસે મહેસાણા રહેવા ગઇ ત્યારે તેના પતિએ તેની સાથે સંબંધ બનાવવાની માંગણી કરી હતી. ત્યારે બાળક સૂતું હોવાથી યુવતીએ મનાઈ કરી હતી. જેથી તેના પતિએ બાળકને લઇને બેડરૂમમાં બોલાવી શારીરિક સુખ માણ્યું હતું તે દરમિયાન બાળક જાગી જતાં રોવા લાગતાં ગુસ્સામાં યુવતીના છ-સાત માસના બાળકને માર્યું હતું, જેના કારણે બાળક દિવાલમાં પછડાવવા છતાં આ યુવતીએ તેને બચાવ્યું હતું. જેથી તેના પતિએ તેને છાતિના ભાગે ફેટ મારી હતી અને ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યાર બાદ તેના પતિની બદલી સૌરાષ્ટ્રના એક શહેર ખાતે થતાં આ યુવતી ત્યાં રહેવા ગઇ હતી. ત્યાં પણ તેના પતિએ સતત જાતીય શારીરિક માનસિક ત્રાંસ આપ્યો હતો અને સંતાનોને માર મારી દંડો બતાવી ડરાવતાં હતાં. બાદમાં યુવતીના પતિની બદલી બનાસકાંઠા જિલ્લામાં થતાં યુવતી ત્યાં પણ રહેવા ગઇ હતી. બાળકોને દૂરની સ્કૂલમાં મૂકતા તેના પતિના કહેવાથી શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી.અહીં રિવાર ભેગો થાય ત્યારે પણ તેનો પતિ ઘરની બહાર નીકળી જવા દબાણ કરી છૂટાછેડા માંગતો હતો અને પત્નીને કહેતો કે જેની સાથે લગ્ન કરવા હતાં તે ન થતાં તું મારા માથે પડી છે.'

જેથી યુવતીએ તેના સાસુ-સસરાને આ ફરિયાદ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, પતિ જેમ કહે તેમ સ્ત્રીએ કરવું પડે અને ન ફાવતું હોય તો છૂટું કરી નાખ. મારો છોકરો લાખનો છે બીજી ઘણી મળી રહેશે. આ યુવતીએ પોતાના સંતાનોની ચિંતા કરી આ ત્રાસ સહન કર્યો હતો. બાદમાં આ યુવતીના પરિવારજનોએ સમાધાનના પ્રયત્ન કર્યા હતાં. ત્યાં બીજી બાજુ તેના પતિએ નોકરીની બદલીનું કારણ કાઢી યુવતીને માતા-પિતાના ઘરે જવા કહ્યું હતું. યુવતી પણ તેના માતા-પિતાના ઘરે આવી ગઇ હતી અને તેના પિતા તમામ જવાબદારી ઉપાડતાં હતાં. જેથી યુવતીએ એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી શરૂ કરી હતી. જ્યારે તેના પતિની મહિસાગર જિલ્લામાં બદલી થતાં રજાના દિવસોમાં સાથે તેઓ રહેતાં હતાં અને ત્યારે પણ બાળકોને બીજા રૂમમાં સૂવડાવી શારીરિક સંબંધ બાંધવા તેનો પતિ કહેતો હતો. આ યુવતી તેના પતિને કહેતી કે તે માસિક ધર્મમાં હોવાનું કહી સંબંધ માટે ના પાડી ત્યારે તેના પતિએ કહ્યું કે પહેલા જે રીતે પેપર મુકીને કરતાં હતા તે જ રીતે સંબંધ બનાવીએ. પરંતુ યુવતીએ ના પાડતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો અને તારામાં હવે કોઇ રસ-કશ રહ્યો નથી. તેમ કહી ઘરની બહાર કાઢી મુકી હતી.

ફરીયાદ અનુસાર, 'તે દરમિયાન યુવતીના બાળકોને ડરાવી ઘરમાં પતિએ રાખ્યા હતાં. બીજી તરફ પિતાને ફોન કરીને તમામ હકીકત જણાવી હતી અને દીકરીને લઇ જવાનું કહી યુવતીના પિતાએ પોલીસને જાણ કરવાનું કહેતા યુવતીનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો. અને યુવતીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં. જ્યાં પોલીસે યુવતીના પતિની નોકરી કે હોદ્દાને ઠેસ ન પહોંચે તે માટે સમાધાન કરી પરત મોકલી આપ્યાં હતાં. વર્ષ 2017માં બંનેના નામે ગાંધીનગરમાં મકાન લીધું હતું ત્યારે પણ તેનો પતિ આવીને પોતાની ઇચ્છાઓ પૂરી કરી પાછો જતો રહેતો હતો. યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ પોર્ન મુવી જોવાનો શોખીન છે અને તેમાં આવતાં આસનો કરવા તેને મજબૂર કરતો હતો. અને જો તે આસનો આ યુવતી ન કરે તો તેને છૂટાછેડા આપી બધું છીનવી લેવાની ધમકી પણ આપતો અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. વર્ષ 2019માં યુવતીના સૈરાષ્ટ્રમાં બદલી થઇ હતી ત્યાર બાદ પણ તેનો પતિ આ પ્રકારના ત્રાંસ આપી માર મારતો હતો. આ મારના કારણે યુવતીના ગર્દનના ભાગે મણકાં ખસી ગયા હતાં. લોકડાઉન દરમિયાન કોર્ટ બંધ રહેતા તેનો પતિ સૌરાષ્ટ્રથી આવતો અને આ જ પ્રકારના ત્રાંસ અવાર-નવાર ગુજારતો હતો. તેનો પતિ દરરોજ શારીરિક સંબંધમાં ગર્દનની મૂવમેન્ટ ના થાય તો પણ મુક મૈથુન કરાવતો હતો. આટલું જ નહીં આ યુવતીને પતિ સાથે રૂપિયાની લેવડ-દેવડ બાબતે પણ અણબનાવ બન્યાં હતાં.'

યુવતીના પતિએ પોતાના હોદ્દાની રૂએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર દાખલ કરાવી હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. તેના પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કેસ પણ ફાઇલ કર્યો હોવાથી તેની નોટિસ મળતાં તેના જવાબો પણ રજું કર્યાં છે. આખરે આ યુવતીએ અનેક વખત પોલીસને રજુઆત કરી હતી પરંતુ પોલીસે તેમને સાંભળ્યા ન હતાં અને ફરિયાદ લીધી નહોતી. આખરે આ યુવતીએ પોલીસ કમિશનરને આ રજુઆત કરતાં મહિલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 24, 2021, 23:29 pm