અમદાવાદ : જામતારાનો વધુ એક ઠગ ઝડપાયો, Paytm KYCના બહાને 2.9 લાખનો ચૂનો ચોપડ્યો હતો

અમદાવાદ : જામતારાનો વધુ એક ઠગ ઝડપાયો, Paytm KYCના બહાને 2.9 લાખનો ચૂનો ચોપડ્યો હતો
Paytm KYC કૌભાંડમાં સતત જામતારા ગેંગની સંડોવણી, મોટું રેકેટ ઝડપાયું છતાં ફણગા ફૂટવાના શરૂ

જામતારાના દેશવ્યાપી છેતરપિંડી કૌભાંડમાં નવો શખ્સ ઝડપાયો, આ શખ્સે ચોંકાવનારી કબૂલાતો કરી, પોલીસને શખ્સની તપાસમાં પણ અનેક કૌભાંડોના ભેદ ઉકેલાવાની આશા

  • Share this:
ગુજરાત કે અમદાવાદ નહિ પરંતુ દેશ ભર માં અનેક લોકો ને સાયબર ક્રાઈમ કરી છેતરવા માટે ઝારખંડની જામતારા ગેંગ ખુબજ જાણતી અને કુખ્યાત છે.આ ગેંગ કોઈ પણ રીતે લોકોના બેંક એકાઉન્ટ માંથી છેતરપિંડી કરી નાખે છે.આવી એક ફરિયાદ અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં નોંધાઈ હતી. એક વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેને એક ફોન આવ્યો અનેં જેમાં paytm kyc કરવું પડશે તેમ કહી તેની પાસે થી મોબાઈલમાં એનિડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લેવા માં આવી હતી ત્યાર બાદ તેના બેંક એકાઉન્ટ પોતે હેન્ડલ કરી અલગ અલગ 7 ટ્રાન્જેકશન કરી કુલ 2 લાખ 9 હજાર ની છેતરપિંડી કરી હતી.

આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવા માં આવી હતી. તપાસ માં પોલીસને આ આરોપીની લિંક ઝારખંડ સુધી મળી હતી અને પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ છેતરપિંડીના રૂપિયા જામતારાના એક બેંકમાં રૂપિયા ગયા છે.આ પણ વાંચો :  અમદાવાદ : 'જો હવે તું અમારી બેહેનને તારી સાથે લઈ જવાની કોશિશ કરીશ તો તને જાનથી મારી નાખીશ'

ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને ખ્યાલ આવ્યો કે ભોલાદાસ હેમલદાસ નામના આરોપીએ આ ફ્રોડ કરેલ છે અને ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી તો તેને ગુના ની કબૂલાત કરી છે અને તેની પાસેથી પોલીસે એક મોબાઈલ અને અન્ય મુદ્દમાલ પણ કબજે કર્યા છે.

મહત્વની વાત એ છે કે સાયબર ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલાં પણ અમદાવાદના એક પ્રખ્યાત ધારાશાસ્ત્રી સાથે થયેલ છેતરપિંડીમાં પણ જામતારાના 4 લોકોની ધરપકડ કરી હતી અને દેશ ભરના અનેક ગુનાઓનો ભેદ ખોલ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : મહિલાએ રણચંડી બની યુવકની જાહેરમાં ધોલાઈ કરી, અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આક્ષેપ

ત્યારે આવાજ કિસ્સા માં વધુ એક આરોપીની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ વધુ તપાસ કરી રહી છે અને આરોપી સાથે અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ નું કેહવું છે કે આ લોકો આવી રીતે paytm kyc કરવા ના નામે ફોન કરે છે અને ભોગબનનાર પાસેથી એપ્લિકેશન નખાવી છેતરપિંડી કરે છે.હાલ પોલીસે આરોપી ના બેંક એકાઉન્ટ ની પણ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:October 16, 2020, 16:22 pm

ટૉપ ન્યૂઝ