અમદાવાદ: હેડ કોન્સ્ટેબલ 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

News18 Gujarati
Updated: August 20, 2019, 11:24 PM IST
અમદાવાદ: હેડ કોન્સ્ટેબલ 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
આરોપી હેડ કોન્સ્ટેબલ હસમુખ પટેલ

એસીબીએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ: લાંચ લેવાના મામલામાં પોલીસ પહેલાથી જ બદનામીનો માર સહન કરી રહી છે, ત્યારે વધુ એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા પોલીસના માથે લાંચના કલંકમાં વધુ એક ઉમેરો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મણીનગર પોલીસનમાં ફરજ બજાવનાર એક હેડ કોન્સ્ટેબલ રૂપિયા 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ સૂત્રો દ્રારા જણાવ્યા અનુસાર, અમદાવાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર હસમુખ પટેલે એક વ્યક્તિને ઝડપી કહ્યું કે, તારૂ એક પ્રોહિબિશનના કેસમાં નામ ખુલ્યું છે, તારી ધરપકડ કરવામાં આવશે. કોન્સ્ટેબલે આ વ્યક્તિને ધરપકડથી બચવા માટે ઓફર આપી કે, જ્યાં સુધી તને આગોતરા જામીન ન મળે ત્યાં સુધી, તને સમય આપવામાં આવશે, તથા તારા ઘરે વારંવાર તપાસના નામે હેરાન પણ નહીં કરવામાં આવે. આ માટે હેડ કોન્સ્ટેબલે તેની પાસે 60 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

જોકે, હેડ કોન્સ્ટેબલના દબાણનો ભોગ બનેલ વ્યક્તિએ આખરે આ મુદ્દે એસીબીને જાણ કરી, અને ફરીયાદ નોંધાવી. એસીબીએ પણ હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડવા પ્લાન બનાવ્યો અને ફરિયાદીને સમજાવી હેડ કોન્સ્ટેબલને પૈસા આપવા મોકલ્યો. આ સમયે જેવા હેડ કોન્સ્ટેબલે લાંચના પૈસા લીધા તેવું જ એસીબીએ તેને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर