કેન્દ્રીય રાજયકક્ષા મંત્રી કિરણ રિજિજુએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો

News18 Gujarati
Updated: September 8, 2019, 3:35 PM IST
કેન્દ્રીય રાજયકક્ષા મંત્રી કિરણ રિજિજુએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો
ખેલ મહાકુંભનો પ્રારંભ

કિરણ રિજિજુએ કહ્યું કે 40 ટકા બીમારી અનફિટ રહેવાથી થાય છે, રાજ્યોના સ્પોર્ટ્સ મંત્રીઓની કોંફરન્સ કેવડીયામાં રાખવા માટે મેં પ્રસ્તાવ મુક્યો છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ રાજ્યના ખેલ મહાકુંભ 2019ની સંસ્કારધામ બોપલથી પ્રારંભ કરાવાયો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ અને કેન્દ્રીય રાજયમંત્રી કિરણ રિજિજુ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી કિરણ રિજિજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.

બોપલમાં આવેલી સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીનો રવિવારથી પ્રારંભ થયો છે. આ ઉપરાંત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદ, ઓલમ્પિક બોક્સર એમ.સી મેરિકોમ તેમજ ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ દીપા મલિક અને ગગન નારગ જેવા રમતવીરોનું સન્માન કરાયું.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ : બે પુત્રીની માતાને Insta પર પરિણીત પુરુષે પ્રેમજાળમાં ફસાવી અને ...

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્પોર્ટ્સ એકેડેમીનો શુભારંભ કરાવ્યો. કેન્દ્રીય રાજ્યકક્ષા રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સમગ્ર દેશના રાજ્યોના સ્પોર્ટ્સ મંત્રીઓની કોંફરન્સ કેવડીયામાં રાખવા માટે મેં પ્રસ્તાવ મુક્યો છે. 40 ટકા બીમારી અનફિટ રહેવાથી થાય છે. આવનારા દિવસોમાં નવી ખેલ નીતિ લાવવામાં આવશે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2010માં રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વોલીબોલ, ફુટબોલ, બેડમિન્ટન, બોક્સીગ, દોડ, ટેબલ ટેનિસ, ખોખો કબડ્ડી જેવી રમતોને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પારંગત થાય તે હેતુથી આ મહાકુંભ અવિરત રીતે યોજવામાં આવી રહ્યો છે. ખેલ મહાકુંભના પ્રારંભ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ખેલાડીઓનું વિદ્યાર્થીઓ સાથે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પેનલ ડિસ્કશન યોજાયું. ઉલ્લેખનીય છેકે રાજ્યભરમાંથી ચાલુ વર્ષે 46 લાખથી વધુ રમતવીરોએ અલગ અલગ રમતો માટે નોંધણી કરાવી છે. જેમાં વિદ્યાર્થીઓથી લઈ 60 વર્ષ સુધીના રમતવીરો ભાગ લેશે.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर