ગુજરાત યુનિવર્સિટીના 4,000 સ્ટુડન્ટ્સને નોકરીની સુવર્ણ તક, 24 સપ્ટેમ્બરે જોબ ફેર

News18 Gujarati
Updated: September 13, 2019, 7:56 AM IST
ગુજરાત યુનિવર્સિટીના 4,000 સ્ટુડન્ટ્સને નોકરીની સુવર્ણ તક, 24 સપ્ટેમ્બરે જોબ ફેર
ગુજરાત યુનિવર્સિટી ફાઇલ તસવીર

35થી વધુ કંપનીઓમાં દર મહિને 9,000 રૂપિયાથી 25,000 રૂપિયા પગાર સુધીની નોકરી મેળવવાની તક

  • Share this:
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)માં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ્સ માટે 4000 નોકરી (jobs)ની સુવર્ણ તક આવી રહી છે. 24 સપ્ટેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા નોકરી ઈચ્છતાં યુવાઓ માટે મેગા જોબ ફેર *Mega Job Fair) યોજવામાં આવશે.

35થી વધુ કંપનીઓમાં 4000 પદો પર ભરતી


આ જોબ ફેરમાં 35થી વધુ કંપનીઓ તરફથી 4000 યુવાઓને નોકરી ઓફર કરવામાં આવશે. દર મહિને 9 હજાર રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધીના પગારની નોકરી યુનિવર્સિટીના સ્ટુડન્ટસ મેળવી શકશે.

કયા સેક્ટરની કંપનીઓમાં નોકરીની તક?
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત સેલ્સ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ, માર્કેટિંગ, ફાઇનાન્સ મેન્યુફેક્ચરીંગ, હેલ્થકેર, સિક્યોરિટી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપનીઓ નોકરી ઓફર કરશે. આ મેળામાં ભાગ લેવા ઈચ્છતા યુવાનોએ માટે રજિસ્ટ્રેશનની લિંક જાહેરાત થોડા દિવસોમાં કરાશે. તેના વિશે જિલ્લા વહીવટી તંત્ર સાથે મદદનીશ નિયામક રોજગાર કચેરીના અધિકારીઓની બેઠક થવાની છે.

આ પણ વાંચો, AMCમાં 500 'સેલ્સ પર્સન રિટેઇલ'ની ભરતી, 18 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

જોબ ફેરમાં ભાગ લેવા જરૂરી શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા

ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી ધોરણ 10, 12 પાસ ઉપરાંત ગુજરાતી કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા 18થી 35 વર્ષની વય સુધીના યુવક-યુવતીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. નોંધનીય છે કે, આ જોબ ફેરમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી કે રકમ ચૂકવવાની નથી.

આ પણ વાંચો, Bullet train માટે 17 હજાર કરોડના ખર્ચે જમીન સંપાદિત થશે; 2023માં દોડતી થશે
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर