ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક, ગુજરાતની આ ટ્રેનો રદ રહેશે

News18 Gujarati
Updated: November 8, 2019, 11:05 AM IST
ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક, ગુજરાતની આ ટ્રેનો રદ રહેશે
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર રેલવેમાં 15મી નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી બે ટ્રેન આંશિક રદ્દ અને બે ટ્રેન સંપૂર્ણ પણે રદ્દ રહેશે. આ ઉપરાંત અજમેર-પાલનપુર ટ્રેક પર ડબલિંગની કામગીરીના કારણે 12 ટ્રેનો રદ રહેશે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : ભારતીય રેલવે ( indian Railway)ની રૂટિન કામગીરીના અનુસંધાનમાં ઉત્તર ભારતમાં (North india)માં 90 દિવસનો મેગા બ્લોક (Mega block) રહેશે. આ મેગા બ્લોકના કારણે ગુજરાતની ચાર ટ્રેનો પ્રભાવિત થશે. 15 નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મેગા બ્લોકાના લીધે ગુજરાતમાંથી આવનજાવન કરતી બે ટ્રેનો રદ રહેશે જ્યારે બે ટ્રેનો આંશિક રદ રહેશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ મેગા બ્લોક ઉપરાંત અજમેર- પાલનપુર રેલ સેક્શન પર ટ્રેકને ડબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે પણ કેટલીક ટ્રેનો રદ થઈ છે. ડબલિંગની કામગીરીના કારણે 4 ટ્રેનો આંશિક રૂપે રદ થઈ છે જ્યારે 12 ટ્રેનના માર્ગ પરિવર્તન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદથી આવનજાવન કરતી કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : ટ્રાફિક નિયમ તોડનારા નબીરાને પોલીસે પાઠ ભણાવ્યો, 70 લાખની BMW જપ્ત

મેગા બ્લોકના કારણે આ ટ્રેનો પ્રભાવિત

ગુજરાતમાંથી આવનજાવન કરતી ઓખા-દહેરાદુન ઉતરાંચલ ઍક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે, એવી જ રીતે દહેરાદુનથી ઓખા આવતી ટ્રેન પણ રદ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ-હરિદ્વાર યોગા ઍક્સપ્રેસ મેરઠ-હરિદ્વારની વચ્ચે રદ કરવામાં આવી છે. જયારે હરિદ્વારથી અમગદાવાદ આવતી યોગા ઍક્સપ્રેસ પણ હરિદ્વારથી મેરઠ સિટીની વચ્ચે રદ કરવામાં આવી છે.આ પણ વાંચો : Ind vs Ban: રાજકોટ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

અજમેર પાલનપુર ટ્રેક ડબલિંગના કારણે પ્રભાવિત ટ્રેનો

આગામી 12મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર ડબલિંગની કામગીરીના કારણે 12 ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોમાં અમદાવાદ-સુલતાનપુર-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ-અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી, અમદાવાદ-કોલકાત્તા-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ આગ્રા કેન્ટ ઍક્સપ્રેસ, ગ્વાલિય- અમદાવાદ ઍક્સપ્રેસ, બરેલી-ભુજ-બરેલી ઍક્સપ્રેસ, મહેસાણા-આબુ રોડ પેસેન્જર ડેમું ટ્રેન રદ રહેશએ. જ્યારે વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ ઍક્સપ્રેસ એક કલાક મોડી ચાલશે અને કોલકાત્તા- અમદાવાદ ઍક્સપ્રેસ સમય કરતા 35 મિનીટ મોડી ચલાશે.

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर