Home /News /madhya-gujarat /

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કકડી ઊઠી, આવતીકાલે માલધારી સમાજની CM સાથે બેઠક

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કકડી ઊઠી, આવતીકાલે માલધારી સમાજની CM સાથે બેઠક

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કકડી ઊઠી છે અને હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે.

સરકાર વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના વર્ષમાં ક્યાંય કાચું કપાય જાય તેવું ઈચ્છતી નથી. આદિવાસી અને માલધારી સમાજ (Maldhari Samaj)ને નાખૂશ કરીને સરકાર જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.

વધુ જુઓ ...
વિધાનસભા ગૃહ (Gujarat Legislative Assembly)ના બજેટ સત્રમાં છેલ્લા દિવસે રાત્રે દોઢ વાગ્યે સરકારે બહુમતીના જોરે રખડતા ઢોર નિયંત્રણ કાયદો (Stray Cattle Control Act) પસાર કરાવીને જબરી હિંમત દાખવી હતી પણ એ હિંમત લાંબી ચાલી શકી નથી. માલધારી સમાજના પ્રચંડ વિરોધના પગલે હવે સરકાર (Government of Gujarat)ને પીછેહઠ કરવાની કરજ પડી છે. અગાઉ આદિવાસી સમાજ (Tribal society) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતાં પાર તાપી ઇન્ટર લિકિંગ પ્રોજેક્ટ પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. ખૂબ ટૂંકા સમયગાળામાં સરકારને બે નિર્ણયો મામલે પીછહેઠ કરવાની નોબત આવી છે એ બતાવે છે કે, સરકાર વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના વર્ષમાં ક્યાંય કાચું કપાય જાય તેવું ઈચ્છતી નથી. આદિવાસી અને માલધારી સમાજ (Maldhari Samaj)ને નાખૂશ કરીને સરકાર જોખમ વહોરવા માગતી નથી અને એટલા માટે હવે સરકારને આ બંને કાયદામાં પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆ પાટીલ પણ વારંવાર પોતાના કાર્યક્રમોમાં રખડતા ઢોરને લઈ જે તે શહેરના મેયરો ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા પણ હવે તેઓ પણ પાણીમાં બેસી ગયા છે અને સરકાર કાયદો પાછો ખેંચે તેવી માગણી કરી રહ્યા છે.

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કકડી ઊઠી છે અને હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે. આ મુદ્દે આવતીકાલે સીએમ બંગલે બેઠકનું આયોજન છે. માલધારી ની સીએમ સાથેની આ બેઠકમાં નક્કી થશે કે આ કાયદો કન્ટીન્યુ કરવો કે રદ કરવો કે પછી તેમાં કોઇ સુધારા કરવા.

આ પણ વાંચો- Russia Ukraine war: રશિય યુક્રેન યુદ્ધ પર ભારતનું સૌથી મોટું નિવેદન- લોહી વહેવડાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી

વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે રાતે દોઢ વાગ્યે આ કાયદો સરકારે બહુમતીના જારે પસાર કર્યો હતો. જો કે માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતાં સરકાર હવે ભેખડે ભરાઈ હોય તેવી સ્થિતિ જાહેવા મળી રહી છે. અમદાવાદ સહીત મહાનગરોથી લઈ અન્ય પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ચૂક્યો હતો ત્યારે રાજ્ય સરકારે બજેટ સત્રના છેલ્લા દિવસે બહુમતીના જારે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો. જેમાં માલધારી સમાજે લાઇસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને દંડની જાગવાઈ કરવામાં આવી હતી અને એફઆઈઆર પણ નોંધવાની જાગવાઈ કરવામાં આવી હતી. જો કે, રાજ્યભરમાં આ કાયદાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને ઠેર ઠેર વિરોધ શરૂ થયો હતો. સરકાર આ કાયદો પરત ખેંચે તેવી માગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો- IPL 2022: દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે ખુશખબર, આ બે ધુરંધર ખેલાડીઓ ટીમ સાથે જોડાશે

સીઆર પાટીલે પણ કહ્યું કે, મને પણ રજૂઆતો મળી છે અને ઘણા લોકો મળવા આવ્યા હતા અને આ કાયદો પાછો ખેંચવા માગણી કરી હતી. મેં આજે મુખ્યમંત્રીને વડોદરા જતા પહેલાં વાત કરી હતી અને આ કાયદા મામલે ઘટતું કરવા માટે રજૂઆત કરી હતી અને તેમણે પોઝિટિવ કરવાનું કહ્યું હતું. અગાઉ આ જ પ્રદેશ પ્રમુખ પાટીલ જે જે મહાનગરોમાં જતા હતા ત્યાં રખડતા ઢોરની વાતો કરતા હતા અને સરકાર કડક કાયદો બનાવશે તેવું કહેતા હતા. પાટિલની જીદ સામે સરકારે કાયદો બનાવ્યો હતો પણ ચોમેરથી વિરોધ થતાં હવે સરકારને પણ પીછેહઠ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારને વારંવાર પોતાના જ બનાવેલા કાયદામાં યુ-ટર્ન લેવાની ફરજ પડી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Cattle, Gandhinagar News, Gujarat CM, Gujarat CM Bhupendra Patel, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર