'મને અને નારણ રબારીને ઓળખતા નથી ગમે ત્યાંતી ઉપાડી લઈશું' : અમદાવાદમાં ફર્નિચરના વેપારીને મળી ધમકી


Updated: September 27, 2020, 9:18 PM IST
'મને અને નારણ રબારીને ઓળખતા નથી ગમે ત્યાંતી ઉપાડી લઈશું' : અમદાવાદમાં ફર્નિચરના વેપારીને મળી ધમકી
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદીએ ફોન કરનાર વ્યક્તિનો પરિચય પૂછતા તેનું નામ જમાવ્યું ન હતું. તેથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો.

  • Share this:
અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફર્નિચરમાં વેપારીને નનામી ધમકી (threat) મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને બજરંગ આશ્રમ નેશનલ હાઈ વે નંબર 8 પર ફર્નિચરની દુકાન ધરાવતા ભૂપેન્દ્ર યાદવએ પોલીસ ફરિયાદ આપી છે કે 26મી સપ્ટેમ્બરમાં દિવસે બપોરના સમયે તેઓ દુકાનથી ઘરે જમવા માટે જઈ રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.

ફોનમાં ધમકી આપનારે જણાવ્યું હતું કે તમે અગાઉ નારણ રબારી અને છગન રબારી પાસેથી જે પૈસા લીધેલા છે. અને તમારી જે ગાડી નારણ રબારી પાસે પડેલી છે જે તેમના પૈસા આપી દો. અને જે ફરિયાદ કરેલી છે તે ફરિયાદ પછી લઇ લો. નહિતર તમે મને અને આ નારણ રબારીને જાણતા નથી, તમને ગમે ત્યાંથી ઉપાડી લઈશું. તેવી ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-યુવતીને બંધક બનાવીને દેહવ્યાપાર કરાવતા હતા પતિ પત્ની, લોકોએ ઢોર માર મારી કર્યા લોહીલુહાણ

જો કે ફરિયાદીએ ફોન કરનાર વ્યક્તિનો પરિચય પૂછતા તેનું નામ જમાવ્યું ન હતું. તેથી ફરિયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો. જેથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ હાલમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન નજીક મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી દંડ વસૂલ્યો

આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મજો કે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર માં વ્યાજખોરો સામે કેટલીક ફરિયાદ દાખલ થઈ છે. કેટલાક દિવસ અગાઉ મેઘાણીનગર માં પણ વ્યાજખોરો ના ત્રાસ થી એક વ્યક્તિ એ ફિનાઇલ પી લેતા પોલીસ ફરિયાદ થઇ હતી.

ઉલ્લેખનીય છે વ્યાજખોરોનો ત્રાસ દિવસને દિવસે વધતો જાય છે. તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસથી સુરતમાં એક ગેરેજ સંચાલકે આપઘાત કરી લીધો હતો. અને આવી અનેક ઘટનાઓ અમદાવાદ શહેરમાં પણ પહેલા બનેલી છે. વ્યાજે આપેલા પૈસાને પાછા લેવા માટે ધાકધમકીઓ અને પઠાણી ઉઘરાણીઓ કરતા હોય છે. ત્યારે ધમકી ભર્યા ફોન અને પઠાણી ઉઘરાણીઓથી કંટાળીને પીડિત લોકો નાછૂટકે અંતિમ પગલાં ભરતા હોય છે.
Published by: ankit patel
First published: September 27, 2020, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading