Home /News /madhya-gujarat /

Drugs racket: દુબઈથી ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત 30 કિલો MD ડ્રગ્સ Mumbai મોકલતો હતો, બેની ધરપકડ

Drugs racket: દુબઈથી ડ્રગ્સ માફિયા કૈલાશ રાજપૂત 30 કિલો MD ડ્રગ્સ Mumbai મોકલતો હતો, બેની ધરપકડ

પકડાયેલા આરોપીઓી તસવીર

Ahmedabad crime news: દુબઈથી ડ્રગ મંગાવીને (Dubai drugs) અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી રોજ 30 કિલો md આરોપીઓને (drugs racket accused) મળતું હોવાનું સામે આવ્યું છે.

Drugs racket news: દેશભરમાં md ડ્રગનું રેકેટ (MD drugs racket) ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની (2 Master Minds of Mumbai) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. દુબઈથી ડ્રગ મંગાવીને (Dubai drugs) અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી રોજ 30 કિલો md આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે..અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓ પરવેઝ ખાન અને મોહમ્મદ આરીફ ભુજવાલા દેશના યુવાનોને બરબાદ કરવામાં લાગ્યા હતા.

પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બન્નેના રેકેટનો પર્દાફાશ કરીને ડ્રગ માફિયા કોણ છે. તેનું નામ જાહેર કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચે 2019માં 1.46 કરોડનું ડ્રગ પકડેલ અને જેમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. તે મામલે આ બન્ને આરોપીઓ મુખ્ય હોવાનું સામે આવ્યું હતું અને જેમાં આ બન્ને ની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ઠગ ગેંગે 3 કરોડની લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી, બે દિવસ માટે ખોલી આંગડિયા પેઢી

મળતી માહિતી પ્રમાણે આ બંન્ને આરોપીઓને મુંબઈના સિકંદર નામનો આરોપી ડ્રગ પૂરું પાડતો હતો અને આ બન્ને દેશભરમાં md ડ્રગનું સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમની તપાસમાં વધુ સામે આવ્યું છે કે સિકંદરને દુબઈમાં બેઠા કૈલાશ રાજપૂત નામનો વ્યક્તિ આ ડ્રગ મોકલતો હતો.

આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

મહત્વ નું છે કે રોજ 30 કિલો md આપતો હોવાનું સામે આવ્યું છે. સવાલ એ ઉભો થાય છે કે આ લોકો આટલા વર્ષમાં ગુજરાતમાં કેટલા કરોડનું ડ્રગ સપ્લાય કરી ચુક્યા છે. અમદાવાદ અથવા ગુજરાતમાં આ લોકોના અન્ય કેટલા સાગરીતો છે. તે તમામ સવાલોના જવાબ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acp ડી.પી ચુડાસમાનું કેહવું છે કે આ રેકેટના તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને દુબઈથી કઈ રીતે ડ્રગ આવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Drugs racket, Gujarati News News

આગામી સમાચાર