અમદાવાદઃ ફરજિયાત ‘કોરોના સહાયક’ તરીકે જોડાવવા દબાણ, 146 MBBS વિદ્યાર્થીઓ ગુજરાત HCના શરણે

અમદાવાદઃ ફરજિયાત ‘કોરોના સહાયક’ તરીકે જોડાવવા દબાણ, 146 MBBS વિદ્યાર્થીઓ ગુજરાત HCના શરણે
ફાઈલ તસવીર

AMC સંચાલિત એન.એચ.એલ. મેડિકલ કોલેજ અને એલ.જી.હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના ફાઇનલ એમ.બી.બી.એસ. ભાગ -1 અને ભાગ -2 ના વિદ્યાર્થીઓને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે એએમસી દ્વારા સંચાલીત મેડિકલ કોલેજોના ત્રીજા ફાઈનલ MBBSના વિદ્યાર્થીઓને શો કોઝ નોટિસ ફટકાર્યા બાદ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો. અને ફરજિયાત કોરોના સહાયક (corona duty) તરીકે જોડાવવા માટે દબાણ કરતા 146 વિદ્યાર્થીઓ ગુજરાત હાઈકોર્ટના (Gujarat hight court) શરણે ગયા હતા.

29 જુલાઇ 2020ના રોજ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એન.એચ.એલ. મેડિકલ કોલેજ અને એલ.જી.હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ત્રીજા વર્ષના ફાઇનલ એમ.બી.બી.એસ. (MBBS) ભાગ -1 અને ભાગ -2 ના વિદ્યાર્થીઓને શો કોઝ નોટિસ (Show Cause Notice) પાઠવવામાં આવી હતી, જેમાં કોવિડ -19 (covid-19) રોગચાળા હેઠળ ફાળવેલ ફરજો અને તાલીમમાં અસહકારનો આક્ષેપ કરાયો હતો.નોટિસોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીઓ ફરજમાં જોડાવામાં નિષ્ફળ જાય છે, તો રોગચાળાના રોગ અધિનિયમ, 1977 અને ઓર્ડિનન્સ અને રેગ્યુલેશન્સ, 2020 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને શા માટે તે અંગે તાકીદ કરવામાં આવી છે અને કોલેજે જારી કરેલી સૂચનાનો ભંગ ઇરાદાપૂર્વક બદનામ કરવા બદલ યોગ્ય કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કોરોનાગ્રસ્ત પ્રવાસી મેડિકલ ઓફિસરની સુચના અવગણી એરપોર્ટ પહોંચ્યો, તંત્રમાં મચી દોડધામ

આ પણ વાંચોઃ-પતિને જીવતો કે મૃત મોકલ, નહીં તો તારા બાળકનું માથું મોકલીશ': પત્નીએ પરિચિત મહિલાના બાળકનું અપહરણ કર્યું

વિદ્યાર્થીઓએ નોટિસના જવાબમાં જવાબ આપ્યો છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કોઈ જોગવાઈ રાજ્ય સરકારના ઠરાવને યોગ્ય ગણાવતી નથી. કારણ કે ગુજરાત રાજ્યના તા. 17/07/2020ના ઠરાવથી ત્રીજા વર્ષના અંતિમ એમએમબીએસ વિદ્યાર્થી ભાગ -1 અને ભાગ -2ની વ્યક્તિગત સેવાઓ માંગવામાં આવે છે. રોગચાળો રોગ અધિનિયમ 1897 હેઠળ પસાર કરવામાં આવ્યો છે.

વધુમાં, તેઓ કહેતા હતા કે તેઓ માર્ચ 2020ની વચ્ચે જુલાઈ 2020 સુધીના તેમના કિંમતી ચાર મહિનાનો વ્યય કરી ચૂક્યા છે. અને લોકડાઉનને (lockdown) કારણે કોલેજો બંધ થઈ ગઈ હોવાથી ક્લિનિકલ અને સૈદ્ધાંતિક શિક્ષણથી વંચિત રહ્યા હતા અને હવે ફક્ત ચાર યુનિવર્સિટીની પરીક્ષા પહેલા છ મહિના બાકી છે, તેવામાં વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે ફરજ બજાવવા માટે ફરજ પાડવી અને તેમને બોલાવવા કોઈ કાળે યોગ્ય નથી.
Published by:ankit patel
First published:July 30, 2020, 22:45 pm