ઓસ્ટ્રેલિયાઃ 19 વર્ષની યુવતીને મળવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીની હત્યા

News18 Gujarati
Updated: July 26, 2018, 12:13 PM IST
ઓસ્ટ્રેલિયાઃ 19 વર્ષની યુવતીને મળવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીની હત્યા

  • Share this:
ઓસ્ટ્રેલિયામાં એક 25 વર્ષીય ગુજરાતી વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી છે. મૌલિન રાઠોડ નામનો વિદ્યાર્થી ચાર વર્ષ પહેલા અમદાવાદથી અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. હત્યા પહેલા તે ડેટિંગ વેબસાઇટની મદદથી એક 19 વર્ષની યુવતીને મળ્યો હતો. મૌલિન તેને મળવા માટે તેના ઘરે ગયો હતો. જ્યાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં યુવતીની ધરપકડ કરી લીધી છે.

યુવતીના ઘરેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા મૌલિનને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મંગળવારે રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.

મૌલિનના માતાપિતાએ તેનો મૃતદેહ ઝડપથી ભારત પહોંચે તે માટે વિદેશ મંત્રીને રજુઆત કરી છે.


રિપોર્ટ પ્રમાણે મૌલિન રાઠોડની ડેટિંગ સાઇટની મદદથી એક 19 વર્ષની યુવતી સાથે મુલાકાત થઈ હતી. ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય પ્રમાણે તે સોમવારે રાત્રે નવ વાગ્યે તેને મળવા માટે તેના ઘરે ગયો હતો.

મૌલિન મેલબોર્નમાં એક યુવતીના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.


બાદમાં શું થયું તેની જાણ નથી પરંતુ યુવતીના ઘરમાંથી ઇમરજન્સી સેવાને કોલ કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી સેવાની ટીમ પહોંચી ત્યારે મૌલિન ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. પોલીસે ઘરમાં એકલી રહેતી  યુવતીની ધરપકડ કરી લીધી હતી, તેમજ તેની સામે મોતના ઇરાદા સાથે ગંભીર ઇજા પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ જતાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે.
મૌલિનના માતાપિતા અમદાવાદમાં રહે છે.


મૌલિન રાઠોડના મિત્ર લવપ્રીતસિંઘના જણાવ્યા પ્રમાણે, "મૌલિન તેના માતાપિતાનું એકનું એક સંતાન હતો, તે ચાર વર્ષ પહેલા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તેનો સ્વભાવ ખૂબ સારો હતો. ક્રિકેટ તેની સૌથી ગમતી રમત હતી. અમે બંને ખૂબ સાથે સમય વિતાવતા હતા."

મૌલિન ચાર વર્ષ પહેલા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.


અમદાવાદમાં રહે છે મૌલિનના માતાપિતા

ઓસ્ટ્રેલિયામાં મોતને ભેટેલા મૌલિન રાઠોડના માતાપિતા અમદાવાદના અંજલી ચાર રસ્તા નજીક પ્રભુવન એપાર્ટમેન્ટમાં રહે છે. મૌલિન સાડા ત્રણ વર્ષ પહેલા માસ્ટર ઓફ એકાઉન્ટિંગનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. મૌલિનના માતાપિતાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો સંપર્ક સાધીને તેના મૃતદેહને વહેલામાં વહેલી તકે અમદાવાદ પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી છે.
First published: July 26, 2018, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading