MBBS વિદ્યાર્થીઓને ફરજીયાત Covid ડયુટીમાં જવા સરકારનો આદેશ, હાઈકોર્ટે આપી વચગાળાની રાહત

MBBS વિદ્યાર્થીઓને ફરજીયાત Covid ડયુટીમાં જવા સરકારનો આદેશ, હાઈકોર્ટે આપી વચગાળાની રાહત
પ્રતિકાત્મક તસવીર

કેસની વધુ સુનાવણી સાતમી ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : ફરજીયાત કોવિડ ડયુટી સામે વિદ્યાર્થીઓએ કરેલી રિટમાં આજે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, આ કેસ કોરોના સંબંધિત છે તેથી તેને કોરોનાના સુઓમોટો સાથે જોડી તેની સાથે જ સુનાવણી થવી જોઇએ. જેની સામે વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસની સુનાવણી આજે ન થઇ અને આદેશો ન અપાયા તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૃ થઇ જશે.

આ કેસ હાલ સિંગલ જજ સાંભળી રહ્યા છે, જો કેસને સુઓમોટો સાથે સાંભળવામાં આવશે તો વિદ્યાર્થીઓ તેમની હાઇકોર્ટમાં અપીલ કરવાની તક પણ ગુમાવશે. કેસની વધુ સુનાવણી સાતમી ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે.



ઉલ્લેખનીય છે કે, કોવિડ ડયુટીમાં નહીં જનારા એન.એચ.એલ. મેડિકલ કોલેજ અને એલ.જી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ડ્યુટી પર જવા નોટિસ આપવામાં આવી હતી.

તેને લઈને હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી જે અંતર્ગત હાઈકોર્ટે વિદ્યાર્થીઓને હાલમાં વચગાળાની રાહત આપી છે. જેમાં હાઇકોર્ટે કેસની સુનાવણી ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં ન લેવા આદેશ આપ્યો છે.
Published by:Jay Mishra
First published:August 05, 2020, 22:56 pm

ટૉપ ન્યૂઝ