અમદાવાદ : AMCના વિપક્ષ નેતા બદલવાનો મામલો સહપ્રભારી સમક્ષ પહોચ્યો

News18 Gujarati
Updated: February 27, 2020, 8:43 PM IST
અમદાવાદ : AMCના વિપક્ષ નેતા બદલવાનો મામલો સહપ્રભારી સમક્ષ પહોચ્યો
અમદાવાદ : AMCના વિપક્ષ નેતા બદલવાનો મામલો સહપ્રભારી સમક્ષ પહોચ્યો

શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે કહ્યું - ઘર હોય ત્યા વાસણ ખખળે, બધાની આશા કઇક બનવાની હોય છે

  • Share this:
અમદાવાદ : AMC વિપક્ષ નેતા બદલવાના વિવાદ વચ્ચે શહેર કોંગ્રેસની બેઠક પ્રદેશ કોંગ્રેસ સહપ્રભારી મહોન્તીની અધ્યક્ષતામાં મળી હતી. સૌ કોઇની નજર વિપક્ષ નેતા બદલવાની વાત પર હતી. પરંતુ સહપ્રભારી મહોન્તીજીએ જૂથવાદ કરતા કાઉન્સિલરો અને નેતાઓને ખરીખોટી સંભળાવી દીધી હતી. તેમજ શહેર કોંગ્રેસ પ્રભારી નિરંજન પટેલે પણ નેતાઓને કામ કરવા શીખ આપી દીધી હતી. તેમજ પાર્ટી લાઇનમાં રહી કામ કરવા માટે કડક શબ્દોમાં સંભળાવી દીધુ હતું.

છેલ્લા ચાર દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા માટે હિલચાલ ચાલી રહી છે. હાલ વિપક્ષ નેતા દિનેશ શર્મા પર લટકતી તલવાર જોવા મળી છે. ત્યારે દિનેશ શર્માથી નારાજ કેટલાક કાઉન્સિલરોએ પ્રભારી રાજીવ સાતવને વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે પત્ર લખી નાખ્યો હતો. જોકે પત્રમાં અનેક કાઉન્સિલરો દ્વારા પોતાનું સમર્થન પાછુ ખેચી લેવામાં આવ્યુ હતું. ધમકી આપી સહી કરી હોવાનો આરોપ કાઉન્સિલરો અને કોંગ્રેસના ધારાસભ્ય પર લગાવ્યો છે. જેના પગલે કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા કકળાટ ચરસીમાએ જોવા મળ્યો છે.શહેર કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા આવેલા પ્રદેશ કોંગ્રેસ સહપ્રહારી મહોન્તીજીએ જણાવ્યુ હતું કે શહેર કોંગ્રેસને મજબુત કરવા માટે અને કોર્પોરેશન ચૂંટણીમાં કાર્યકર્તાને સક્રીય કરવા માટે આ બેઠકનું આયોજન કરાયુ છે. કોંગ્રેસ પાર્ટી પ્રથમ વખત ડિજિટલ મેમ્બરશિપ કરવા જઇ રહી છે. જે અંગે આગામી સમયમાં કાર્યકર્તાઓને ટ્રેનિંગ અપાશે.

મહોન્તજીએ સ્થાનિક કોર્પોરેટર મુદ્દે કહ્યુ હતું કે કાઉન્સિલરોની કામગીરીની સમીક્ષાના આધારે તેમનો રીપોર્ટ કાર્ડ તૈયાર થયા બાદ રીપટ ટિકીટ થશે. નહીતર ટિકીટ કપાઇ પણ જશે. કાર્યકર્તા અને પ્રજા પસંદ વ્યક્તિની પસંદગી ટિકીટ માટે કરાશે. વિપક્ષ નેતા બદલવા પર કહ્યુ હતું કે આ પારિવારિક સંવાદ છે. તેનો નિર્ણય આગામી સયમમાં થઇ જશે.

શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે જણાવ્યુ હતું કે ચૂંટણીનું વર્ષ છે. પારીવારીક ખટાશ હોય, ઘર હોય ત્યા વાસણ ખખળે અને બધાની આશા કઇક બનવાની હોય છે . પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી હાઇકમાન્ડ આગળ નિર્ણય કરશે. જે સૌ કોઇને માન્ય ગણાશે.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर