અમદાવાદ: બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ટીન્ચર માલ ભરી વેચતો, ભેજાબાજ બુટલેગરના પ્લાન પર પોલીસે ફેરવ્યું પાણી


Updated: October 21, 2020, 9:52 PM IST
અમદાવાદ: બ્રાન્ડેડ દારૂની બોટલોમાં ટીન્ચર માલ ભરી વેચતો, ભેજાબાજ બુટલેગરના પ્લાન પર પોલીસે ફેરવ્યું પાણી
પ્રતિકાત્મક તસવીર

કૃણાલ હસમુખભાઈ શાહ નામનો આરોપી આર્થિક લાભ માટે હલકી ગુણવત્તા વાળો દારૂ મંગાવીને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને તેનું છૂટક વેચાણ કરતો

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં દારૂ બંધી તો છે. પરંતુ આ દારૂબંધી માટે કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં લાખ્ખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો છે. એટલું જ નહીં દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરો નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. યેન કેન પ્રકારે લોકો દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે અમદાવાદ પી.સી.બીએ નરોડામાંથી બનાવટી દારૂની ફેકટરી પકડી પાડવામાં આવી છે.

હંસપુરામાં આવેલ નરોડા સ્માર્ટ સિટી ૨ માં મકાન નંબર એ/૧૦૪ માં બનાવટી દારૂને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસ દ્વારા રેડ કરતાં ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલ નંગ ૩, વિદેશી દારૂની ખાલી બોટલ, ઢાંકણ, ઢાંકણ સિલ કરવાનુ મશીન અને વિદેશી દારૂ ભરેલા ૨ કેરબા પણ મળી આવ્યા છે. કૃણાલ હસમુખભાઈ શાહ નામનો આરોપી આર્થિક લાભ માટે હલકી ગુણવત્તા વાળો દારૂ મંગાવીને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને તેનું છૂટક વેચાણ કરતો હતો.

પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જોકે આરોપી મળી આવ્યો ન હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, આરોપી પકડાયા બાદ જ હકીકત સામે આવશે કે, આરોપી ક્યાંથી હલકી કક્ષાનો દારૂ લાવતો અને ક્યાંથી ખાલી બ્રાન્ડેડ બોટલો લાવતો હતો અને ક્યાં, કોને કોને અને કેટલા સમય થી વેચાણ કરતો હતો.

દારૂની હેરાફેરી: અમદાવાદ પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા પહોંચ્યો રાજકોટ, હવે શું થશે?

આ પણ વાંચો - દારૂની હેરાફેરી: અમદાવાદ પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા પહોંચ્યો રાજકોટ, હવે શું થશે?

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દારીબંધી હોવા છતા લગભગ દરેક શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. બુટલેગરો નવી નવી તકનીક અપનાીવ પોલીસની આંખમાં ધૂળ નાખી દારૂનું ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરતા હોય છે. ગઈકાલે જ રાજકોટ એસઓજી પોલીસે મોટીમાત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો.કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

આ પણ વાંચો - કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

આ ઘટનામાં રાજકોટ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સને વિદ્યાનગર રોડ પરથી પસાર થવાનો છે, એસઓજીની ટીમે વોચ ગોઠવી કાર પકડી લઇ તેમજ આ કારનું પાયલોટીંગ કરી રહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇ સહિત બે જણાને પણ પકડી લઇ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો પાયલોટીંગ કરી રાજકોટ હેમખેમ પહોંચાડી દેવા બદલ એએસઆઇને દસ હજાર રોકડા મળતા હતા.
Published by: kiran mehta
First published: October 21, 2020, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading