અમદાવાદ : સામૂહિક આત્મહત્યા મામલો, FSLના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


Updated: July 16, 2020, 7:30 PM IST
અમદાવાદ : સામૂહિક આત્મહત્યા મામલો, FSLના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, પોલીસ ને ઘટના સ્થળેથી ચાર પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, પોલીસ ને ઘટના સ્થળેથી ચાર પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા

  • Share this:
અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ નજીક પ્રયોશા રેસીડેન્સીમાં મળી આવેલ બે ભાઈ અને ચાર બાળકોના મૃતદેહ મામલે પોલીસને એફ એસ એલનો રિપોર્ટ હાથ લાગ્યો છે. જેમાં કેટલાક ગ્લાસમાં ઘેનની દવા ઉમેરી હોવાનુ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ ને ઘટના સ્થળેથી ચાર પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા. જો કે આ રિપોર્ટ બાદ પણ હજી સુધી પોલીસ મૃત્યુ થવાના ચોકક્સ કારણ સુધી પહોંચી શકી નથી. હવે પોલીસ પોસ્ટ માર્ટમના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પછી જ ચોકક્સ કારણ બહાર આવી શકે છે. એટલે કે પોસ્ટ માર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

પોલીસને શરૂઆતથી જ એવી આશંકા છે કે, આર્થિક સંકડામણના કારણે બંને ભાઈઓએ આ પગલું ભર્યું હોય શકે છે. જેને લઈને પોલીસે બંને ભાઈઓના બેંક ડીટેલને આધારે નાણાંકીય વ્યવહારોની પણ તપાસ કરી હતી.

જેમાં ગૌરાંગ પટેલના નામે પોલીસને અલગ અલગ બેંકમાં કુલ ૩૫થી વધુ લોન એકાઉન્ટ મળી આવ્યા છે. જ્યારે અંદાજિત ૩૦ લાખ જેટલી લોનની રકમ પણ ભરપાઈ કરવાની બાકી હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
Published by: kiran mehta
First published: July 16, 2020, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading