CoronaVirus Alert: આગ લગાવીને ઓળખી શકાશે તમે પહેરેલું માસ્ક બેકટેરિયા રોકશે કે નહીં?


Updated: March 12, 2020, 2:37 PM IST
CoronaVirus Alert: આગ લગાવીને ઓળખી શકાશે તમે પહેરેલું માસ્ક બેકટેરિયા રોકશે કે નહીં?
માસ્કની ગુણવત્તા સારી ન હોવાને કારણે અત્યાર સુધી અનેક કંપનીઓ છેતરાઈ ગઈ છે.

આવી પરિસ્થિતિમાં માસ્ક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સાથે માસ્કનું રિટેઈલ બિઝનેસ કરતી કંપનીઓ માટે સૌથી મોટી ચેલેન્જ માસ્ક ગુણવત્તા છે.

  • Share this:
અમદાવાદ : છેલ્લાં ઘણા સમયથી કોરોના વાઈરસને (coronavirus) કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાયો છે. ભારતમાં (India) પણ કોરોનાનાં કેસ મળી આવતાં તંત્ર ચિંતામાં છે. આવી પરિસ્થિતીમાં કોરોનાથી બચી શકાય તે માટે માસ્ક (Mask) ઉત્પાદક કંપનીઓ રોજનાં 15 લાખ માસ્કનું ઉત્પાદન કરે છે. સમગ્ર દેશમાં માસ્ક ઉત્પાદનનું સૌથી મોટું કામ ચાલી રહ્યું છે ભારત દેશમાં માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં માસ્ક ઉત્પાદન માટેની મોટી ફેક્ટરીઓ આવેલી છે.

આવી પરિસ્થિતિમાં માસ્ક ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સાથે માસ્કનું રિટેઈલ બિઝનેસ કરતી કંપનીઓ માટે સૌથી મોટી ચેલેન્જ માસ્ક ગુણવત્તા છે. માસ્કની ગુણવત્તા સારી ન હોવાને કારણે અત્યાર સુધી અનેક કંપનીઓ છેતરાઈ ગઈ છે. દિલ્હીમાં માસ્ક વેચવાનાં બહાને અનેક કંપનીઓએ જ્યારે N95ના લેયર બતાવ્યા હોય ત્યારે તેનાં લેયર અલગ હોય છે. પરંતુ જ્યારે માલ આવે ત્યારે તેમાંથી બેકેટરિયા રોકી શકે તેવું લેયર ગાયબ  હોય છે.

આ પણ વાંચો : કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?

અસલી અને નકલી માસ્કને કેવી રીતે ઓળખશો?

માર્કેટમાં લેભાગુ તત્વો દ્રારા નકલી માસ્કનો વેપાર ધીકતો થયો છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહક અને માસ્ક રિટેઈલરે જાતે જ સજાગ થવું પડશે. આવી પરિસ્થિતીમાં માસ્કનાં લેયરને તપાસવા માટે માસ્કને કાતરથી કાપવાનું રહેશે. જે બાદ તેને ખોલી નાંખો. જેમાં 3 લેયર હશે. પહેલું લેયર મેલ્બ્લોન બેકટેરિયા ફિલ્ટર હશે. બીજુ નોન વૂવન ફેબ્રિક હોય હશે. જ્યારે ત્રીજુ 20 gsm ફિલ્ટર હોય છે. આ લેયરમાં મેલબ્લોન બેક્ટેરિયા ફિલ્ટરને માચીસને બાળવાનું રહેશે. જો માચીસથી બાળવાથી ફિલ્ટર કાળુ ના થાય તો સમજી લેવું કે ફિલ્ટરનું ફેબ્રિક યોગ્ય છે. આ સિવાય સાચા ફિલ્ટરવાળા માસ્કનાં બળવાથી ધુમાડો પણ નહીં થાય.

ચાંગોદરમાં માસ્ક બનાવતી ફેક્ટરીનાં સુમીત પટેલે લોકોની જાગૃત્તિ માટે એક વીડિયો બનાવ્યો છે. તે પણ જોઇ લો.


આ પણ વાંચો : રાજકોટ : બ્લેડથી ઘાતકી હત્યા કરતો સિરિયલ કિલર ઝડપાયો, 1 વર્ષથી પેરોલ પર છૂટીને ફરાર હતો

પાણીમાં પલાડીને પણ તપાસી શકાશે

પાણીમાં પલાડીને પણ કરી શકાય છે ટેસ્ટ 3 લેયર વાળા માસ્કને ખોલીને તેમાં પાણી નાંખીએ તો પાણી નીચે ન પડવુ જોઈએ. એવું થશે તો જ 3 લેયરવાળા માસ્ક સાચું છે તેવું ખ્યાલ આવી શકશે.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading