અમદાવાદ : મારૂતિની ECO કારના માલિકો ચેતજો! શહેરમાંથી વધુ એક કારના સાઇલેન્સરની ચોરી

અમદાવાદ : મારૂતિની ECO કારના માલિકો ચેતજો! શહેરમાંથી વધુ એક કારના સાઇલેન્સરની ચોરી
ઇકોના સાયલેન્સરમાં ખાસ વાત છે જેના કારણે થઈ રહી છે તેની ચોરી

ખાસ કારણોસર તસ્કરો બનાવી રહ્યા છે Ecoને નિશાન, અમદાવાદમાં એક નવીનક્કોર ગાડીનું સાયલેન્સર ચોરાયું, પોલીસને પડકારતી ગેંગ

  • Share this:
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખાસ ઇકો કાર (Eco Car)માંથી સાયલન્સર (Silencer) ચોરીનો સિલસિલો (Theft) યથાવત જોવા મળ્યો છે. અગાઉ અમદાવાદના નિકોલ, સરખેજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ઈકો કારના સાયલન્સર ચોરીની ઘટના બની હતી. સરખેજ પોલીસે આ ગુનામાં ટ્રક અને કાર લઈને આ ગેંગ ચોરી કરતી હોવાનો ખુલાસો કરી માત્ર ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પણ મુખ્ય આરોપી સુધી ન પહોંચતા હવે આ આરોપીઓ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે હજુ સુધી સાઇલન્સરની ચોરી કરનાર મુખ્ય આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. ત્યાં ફરી એકવાર કારમાં સાયલેન્સરની ચોરી થઇ હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં (Anand nagar Police Station Ahmedabad) નોંધાઈ છે. આ વખતે નવી નક્કોર કાર લીધાના બીજા જ દિવસે સાયલન્સરની ચોરી થઈ છે.

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિલપાર્ક બાબુજી વણઝારાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા 23 વર્ષીય રાજેન્દ્રકુમાર ભગોરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓની ઈકો કારના સાયલન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ 24મી ફેબ્રુઆરીએ તેઓએ નવી ઈકો કારની ખરીદી કરી હતી. ત્યારે ૨૪મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગે તેઓએ પોતાના શેઠ જનકભાઈ ત્રિવેદીને તેમના ઘરે ઉતારી આનંદનગર ચંદ્રમૌલી સ્કુલ સામે આવેલી કેસર જ્વેલર્સ પાસે આવેલી કરીયાણાની દુકાન આગળ ઇકો કાર લોક કરીને પાર્ક કર ઘરે ગયા હતા.આ પણ વાંચો : IND VS ENG : નમો સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઇતિહાસ, 11 વિકેટ ખેરવી બનાવ્યો આ રેકોર્ડ

ગુરુવારે સવારે નોકરી પર જવાનું હોવાથી પાર્ક કરેલી જગ્યાએ જઈને ઇકો કાર ચાલુ કરતાં કારનો અવાજ બદલાઈ ગયો હતો. જેથી તેઓએ તપાસ કરતાં ઇકો કારનું સાયલન્સર જોવા મળ્યું ન હતું અને આજુબાજુમાં શોધખોળ કરતાં પણ સાયલન્સર મળી ન આવતા અંતે તેઓએ પોલીસને જાણ કરી સાયલન્સર ચોરીની ફરિયાદ નોંધાવી છે.

રૂ.20 હજારની કિંમતના સાઇલન્સરની ચોરી થતાં જ આનંદનગર પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી સાયલન્સર ચોરી કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : કારને લગતા અન્ય સમાચારો વાંચવા અહીંયા ક્લિક કરો

બીજી ઘટનામાં હકીકત એવી છે કે આનંદનગર માં રહેતા નાથુભાઈ મીના તેમના શેઠની ઇકો કારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત.24 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમના શેઠને ઘરે ઉતારી કાર પાર્ક કરી ઘરે ગયા હતા. બાદમાં 25મીએ શેઠને લેવા જવા નોકરીએ જતા હતા ત્યારે ઇકો કાર ચાલુ કરી તો અલગ જ અવાજ આવવાનું શરૂ થયું હતું. જેથી તપાસ કરતા ગાડીમાંથી સાયલન્સર ગાયબ હતું. જેથી તેઓએ પણ આ અંગે આનંદનગર પોલીસને જાણ કરાતા પોલીસે આ અંગે 20 હજારના સાયલન્સર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અન્ય વિસ્તારો એવા નિકોલ, રામોલ, સરખેજ, વેજલપુર જેવા વિસ્તારોમાં પણ સાયલન્સર ચોરી કરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવાનું રહ્યું કે આનંદનગરમાં સાયલન્સર ચોરી કરનાર શખ્સો પોલીસની ઝપટમાં ક્યારે આવે છે. કારણકે અગાઉ સરખેજમાં પણ આવી ઘટના બની ત્યારે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે મોહમદ જુનેદ નામના મૂળ હરિયાણાના રહેવાસીની ધરપકડ કરી હતી. આરોપીની રાજસ્થાનથી એક ટ્રક સાથે ધરપકડ કરાઇ હતી. આરોપી તેના એક સાગરીત સાથે મળીને અમદાવાદના પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રક અને એક કાર લઈને ચોરી કરવા નીકળતા હતા. જ્યાં જ્યા ઇકો કાર મોટી સંખ્યામાં હોય ત્યાં પોતાની ટ્રક ઉભી કરી આડાશ રાખી તે ગોડાઉનમાં ઘુસી કલાકો સુધીમાં 20 થી વધુ ઇકો કારના સાયલન્સર ચોરી કરી લેતો હતો.

આ પણ વાંચો :   IND VS ENG અમદાવાદ : સ્ટેડિયમની બહાર રડી રહ્યો હતો બાળક, કારણ જાણીને પોલીસ પણ થઈ ગઈ ભાવુક

આરોપીની પૂછપરછ માં સામે આવ્યું હતું કે હરિયાણા નો તેનો અન્ય મિત્ર તેની સાથે ચોરી કરવા આવતો હતો. આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલી માં આવેલા ગાડીઓના ગોડાઉનમાંથી ઇકો કારના 70થી વધુ સાયલન્સર ચોરી કર્યા હતા. પકડાયેલો આરોપી ટ્રક લઈને નીકળતો અને તેનો સાગરીત સીસીટીવીમાં ઝડપાયેલી કાર લઈને જતો હતો જેથી કોઈને શંકા ન જાય. બાદમાં ગોડાઉનમાં ઘુસી મધરાત્રે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીને અંજામ આપતા અને ટ્રકમાં આ ચોરીના સાયલન્સર ભરી ફરાર થઈ જતા હતા.

જોકે સરખેજ પોલીસે સાણંદ સર્કલથી નારોલ સુધીના રૂટના તમામ સીસીટીવી ચકાસી ટ્રક શંકાસ્પદ દેખાતા તેની પરથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો.
જોકે આરોપી ઓએ આ સાયલન્સર કોને વેચ્યા અને તેમાંથી નીકળતી કિંમતી વસ્તુ કાઢીને કોને વેચી તે બાબતે પોલીસને સફળતા મળી નહોતી અને મુખ્ય આરોપીઓ સુધી પણ પોલીસ ન પહોંચી શકતા ફરી એક વાર સાયલન્સર ચોરી ની ઘટનાઓ સામે આવતા ફરી એક વાર પોલીસની ઊંઘ હરામ થઈ રહી છે. જેથી હવે ઇકો કારના માલિકોએ જાતે જ સાવચેતી રાખી પોલીસ પર ભરોસો ન રાખવાની નોબત આવી છે.
Published by:Jay Mishra
First published:February 26, 2021, 07:52 am

ટૉપ ન્યૂઝ