Home /News /madhya-gujarat /

ભરવાડ સમાજની અનોખી પહેલ, 300 બેરોજગાર યુવાનોને આપી મારૂતિ ઈકો, બોલેરો કાર

ભરવાડ સમાજની અનોખી પહેલ, 300 બેરોજગાર યુવાનોને આપી મારૂતિ ઈકો, બોલેરો કાર

ભરવાડ સમાજે બેરોજગાર યુવાનોને આપી ઈકો અને બોલેરો જીપ

ભરવાડના સમાજના 300 યુવાનોને 250 મારુતી સુઝુકી ઇકો વાન અને 50 લોકોને મહિન્દ્રા બોલેરો મેક્સી વાહન આપવામાં આવ્યા હતા

    દરેક સમાજ મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. જેમ-જેમ વસ્તી વદારો થતો જાય છે તેમ-તેમ રોજગારીના પ્રશ્ન પણ ઉભા થતા જાય છે. બધાને નોકરી મળવી મુશ્કેલ હોય છે, કેટલાક લોકો નાની મોટી નોકરી કરે છે, તો કેટલાક ખંતીલા યુવાનો નાનો-મોટો ધંધો કરી ગુજરાન ચલાવે છે. આવા સમયે ભરવાડ સમાજના આગેવાનોએ સમાજના બેરોજગાર યુવાનો માટે અનોખી પહેલ કરી છે.

    સમાજના બેરોજગાર યુવાનો માટે રોજગારી ઉભી કરવાની પહેલ. ભરવાડ સમાજ દ્વારા કરાઇ છે. ભરવાડ યુવા સગંઠન દ્વારા સમાજના 300 બેરોજગાર યુવાનો અને લોકોને મારુતી સુઝુકી ઇકો અને મહિન્દ્રા બોલેરો મેક્સી વાહન આપવામાં આવ્યા હતા.

    સગંઠનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારી તકો ઉભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પુરુ કરે તેવી વ્યવસ્થા કરવાની છે. ત્યારે હાલ ભરવાડના સમાજના 300 યુવાનોને 250 મારુતી સુઝુકી ઇકો વાન અને 50 લોકોને મહિન્દ્રા બોલેરો મેક્સી વાહન આપવામાં આવ્યા હતા. ઝીરો ડાઉનપેમેન્ટમાં આ કાર લોકોને અપાઇ હતી. ભરવાડ યુવા સગંઠન અને ખાનગી કાર કંપનીઓ દ્વારા એમઓયુ કરાય છે. જે અંતર્ગત આટલી મોટી સંખ્યામાં એક સાથે વાહનો આપવામાં આવ્યા હતા.

    ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ મેહુલભાઈ ભરવાડે આ મુદ્દે જણાવ્યું હતું કે, સમાજના યુવાનોને રોજગારી મળી રહે, અને તેમના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે તે માટે સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. યુવાનો જાતે પોતાનો ધંધો કરી રોજી રોટી કમાય અને આત્મ નિર્ભર બની શકશે
    Published by:kiran mehta
    First published:

    Tags: Bharvad society, Bolero Car, Maruti Eco, Unemployed, Youth

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन