શહીદના ચોરી થયેલા મેડલની તપાસ કરવા પોલીસે માંગ્યા પૈસા

Haresh Suthar | Pradesh18
Updated: October 14, 2016, 12:08 PM IST
શહીદના ચોરી થયેલા મેડલની તપાસ કરવા પોલીસે માંગ્યા પૈસા
એક તરફ આજે વડાપ્રધાન મોદી શૌર્ય સ્મારકનું ઉદઘાટન કરવા માટે ભોપાલમાં હશે તો બીજી તરફ એક ચોંકાવનારી વાત સામે આવી છે. 1994માં ઓપરેશન રક્ષક દરમિયાન શહીદ થયેલા દેવાશીષ શર્માના ચોરી થયેલા મેડલ શોધવા માટે પોલીસ શહીદની માતા પાસે પૈસાની માંગણી કરતી હોવાનું સામે આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: October 14, 2016, 12:08 PM IST
  • Share this:
ભોપાલ #એક તરફ આજે વડાપ્રધાન મોદી શૌર્ય સ્મારકનું ઉદઘાટન કરવા માટે ભોપાલમાં હશે તો બીજી તરફ એક ચોંકાવનારી વાત સામે આવી છે. 1994માં ઓપરેશન રક્ષક દરમિયાન શહીદ થયેલા દેવાશીષ શર્માના ચોરી થયેલા મેડલ શોધવા માટે પોલીસ શહીદની માતા પાસે પૈસાની માંગણી કરતી હોવાનું સામે આવ્યું છે.

શહીદ દેવાશીષ શર્માની માતાએ આઇબીએન7 સાથે આપવીતી વ્યક્ત કરતાં કહ્યું કે, એમના પુત્રના મેડલ ચોરી થયા હતા. જે માટે તેણી પોલીસ સ્ટેશન ગઇ તો પોલીસે પૈસાની માંગણી કરી હતી. શહીદ દેવાશીષ શર્માના કિર્તી ચક્ર, વીરતા ચક્ર અને કમેંડેશન મેડલ 2 વર્ષ પહેલા ચોરી થયા હતા.

નિર્મલા દેવીએ આ મામલે વડાપ્રધાન પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. માતાને હવે મેડલની આશા નથી રહી. તેમણે કહ્યું કે, હવે નથી લાગતું કે મેડલ પરત આવે પરંતુ મને ડુપ્લીકેટ મેડલ મળે. સેના સાથે વાત કરી છે. ત્યાંથી જવાબ મળ્યો છે કે આવી કોઇ જોગવાઇ નથી પરંતુ કોઇને પદ્મ એવોર્ડ ચોરી થયો હતો તો એમને ડુપ્લીકેટ આપવામાં આવ્યો હતો.

કેપ્ટન શર્મા પાકિસ્તાન વિરૂધ્ધ ઓપરેશન રક્ષક (10 ડિસેમ્બર 1994)માં શહીદ થયા હતા. માતા નિર્મલા દેવી આ મામલે પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા રહ્યા હતા. એમને આશા હતી કે પોલીસ અને વહીવટી તંત્ર એમની મદદ કરશે. પરંતુ અહીં તો પોલીસે લાંચની માંગણી કરી હતી.
First published: October 14, 2016, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading