ભાવનગરના શહીદ દિલીપસિંહનો પાર્થિવદેહ અમદાવાદ લવાયો

News18 Gujarati
Updated: July 11, 2019, 10:41 PM IST
ભાવનગરના શહીદ દિલીપસિંહનો પાર્થિવદેહ અમદાવાદ લવાયો
એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃજમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો છે. અહીં શહીદ દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવદેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ નેશનલ હાઈવે પર ટ્રકમાંથી ઉડવા લાગી નોટો, લોકોએ લૂંટ્યા 68 લાખ

ભાવનગરનાં દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા હતા. તેઓ વલભીપુરનાં કાનપર ગામનાં રહેવાસી હતા.આ મામલે પરિવારનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અખનૂર સેક્ટરમાં જવાન અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની વાન કોઇક કારણોસર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

શહીદ દિલીપભાઇ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. તેમને ત્રણ બહેનો છે. સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં. પરિવારનાં માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતા પરિવાર દુખમાં સરી પડ્યો છે.
First published: July 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading